T 20 World Cup 2024 | ICC T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિ ફાઇનલ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. બંને ટીમો પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશવાના સપના સાથે પ્રવેશી હતી. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાની ઘાતક બોલિંગ સામે અફઘાનિસ્તાનની આખી ટીમ 11.5 ઓવરમાં માત્ર 56 રનમાં સમેટાઈ ગઈ હતી. કગીસો રબાડા, એનરિક નોરખિયા, માર્કો જેન્સન અને તબરેઝ શમ્સી સામે અફઘાનિસ્તાનની બેટિંગ લાઈન પત્તાંના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. આખરે દ.આફ્રિકાએ 8.5 ઓવરમાં જ ટારગેટ ચેઝ કરી ઈતિહાસ રચી દીધો હતો. T20 વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર દ.આફ્રિકા ફાઈનલમાં પહોંચ્યું છે અને આ સાથે તેનો ચોકર ટેગ પણ હટી ગયો છે.
SA vs AFG Semi Final 1 LIVE UPDATES |
8:10 AM
દ.આફ્રિકાનો 9 વિકેટે વિજય
દ.આફ્રિકાએ અફઘાનિસ્તાનને સરળતાથી હરાવી દીધી છે. 56 રનનો ટારગેટ તેણે 1 જ વિકેટ ગુમાવીને 8.5 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. ડીકોકના સસ્તામાં આઉટ થયા બાદ માર્કરમ અને હેન્ડ્રિક્સે બાજી સંભાળી લીધી હતી. મેચના અંતે હેન્ડ્રીક્સ 29 તો માર્કરમ 23 રને અણનમ રહ્યા હતા.
7:50 AM
6 ઓવર પૂરી, દ.આફ્રિકાએ પાવર પ્લેમાં 1 વિકેટે 34 રન કર્યા. હવે જીતવા માટે ફક્ત 23 રનની જરૂર. અફઘાનિસ્તાનનો પરાજય લગભગ નક્કી.
7:35 AM
દ.આફ્રિકાની નબળી શરૂઆત
ફઝલ ફારુકીએ ડી કોકને બોલ્ડ માર્યો. 5 રન બનાવીને આઉટ થયો. દ.આફ્રિકા ટીમનો સ્કોર 5-1 થયો. 2 ઓવર સમાપ્ત થઇ.
7:30 AM
અફઘાનિસ્તાનની ઇનિંગ્સ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો અફઘાનિસ્તાનનો નિર્ણય દક્ષિણ આફ્રિકાએ ખોટો સાબિત કર્યો હતો. ટીમે 30 રન બનાવ્યા પહેલા જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. કગીસો રબાડા, એનરિક નોરખિયા અને માર્કો જેન્સને બેટિંગ લાઈનને વેરવિખરે કરી નાખી હતી. રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, અઝમતુલ્લા ઉમરઝાઈ, ગુલબદ્દીન નાયબ, નાંગેલિયા ખારોટે અને મોહમ્મદ નબી સસ્તામાં આઉટ થયા બાદ પરત ફર્યા હતા. માર્કો જેન્સને 3, રબાડાએ 2 અને નોરખિયાએ 2 વિકેટ લીધી હતી.