back to top
Homeસ્પોર્ટ્સઅફઘાનિસ્તાન હારી ગયું પણ આ ખેલાડીએ ઇતિહાસ રચી દિલ જીતી લીધું

અફઘાનિસ્તાન હારી ગયું પણ આ ખેલાડીએ ઇતિહાસ રચી દિલ જીતી લીધું

Image: Facebook

Fazalhaq Farooqi: અફઘાનિસ્તાનની ટીમને સેમિ ફાઈનલ મેચમાં નિરાશા મળી છે. તેમ છતાં ટીમના ઝડપી બોલર ફજલહક ફારૂકીએ ઈતિહાસ રચી દીધો છે. તે ટી20 વર્લ્ડ કપ ઈતિહાસના એક એડિશનમાં વધુ વિકેટ લેનાર વિશ્વના પહેલા બોલર બની ગયાં છે.

ફારુકી પહેલા આ ખાસ રેકોર્ડ શ્રીલંકન દિગ્ગજ સ્પિનર વાનિંદુ હસરંગાના નામે નોંધાયો હતો. તેણે વર્ષ 2021માં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 21 વિકેટ લીધી. ચાલુ સિઝનમાં ફજલહક ફારૂકી કુલ 17 સફળતા પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો. આ સાથે જ તેઓ ટી20 વર્લ્ડ કપ ઈતિહાસના એક એડિશનમાં શ્રેષ્ઠ વિકેટ લેનાર પહેલો બોલર બની ગયો છે.

ફજલહક ફારુકીએ આજની મેચમાં વિપક્ષી ટીમની શ્રેષ્ઠ બેટ્સમેન ક્વિંટન ડિકોકને આઉટ કરતી વખતે આ ખાસ સિદ્ધિ મેળવી છે. ખાસ લિસ્ટમાં ત્રીજા અને ચોથા સ્થાન પર પણ શ્રીલંકન ક્રિકેટરોનો જ કબ્જો છે. આ બંને ખેલાડી અજંતા મેંડિસ અને હસરંગા જ છે. મેંડિસે 2012માં 15 સફળતા મેળવી હતી. હસરંગાએ 2022માં પણ 15 વિકેટ લીધી હતી.

5માં સ્થાન પર ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહનું નામ આવે છે. અર્શદીપ જારી ટુર્નામેન્ટમાં 15 વિકેટ લઈ ચૂક્યો છે પરંતુ આજની મેચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ તે 3 વિકેટ લેવામાં સફળ થાય છે તો તે આ ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લેશે. હાલ તે 5 માં સ્થાન પર છે.

ટી20 વર્લ્ડ કપના એક એડિશનમાં સર્વાધિક વિકેટ લેનાર વિશ્વના 5 બોલર

17 – ફજલહક ફારૂકી – અફઘાનિસ્તાન – 2024

16 – વાનિંદુ હસરંગા – શ્રીલંકા – 2021

15 – અજંતા મેંડિસ – શ્રીલંકા – 2012

15 – વાનિંદુ હસરંગા – શ્રીલંકા – 2022

15 – અર્શદીપ સિંહ- ભારત – 2024

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments