back to top
Homeમનોરંજનઅમિતાભ બચ્ચને મુંબઈમાં 60 કરોડમાં ત્રણ ઓફિસ ખરીદી

અમિતાભ બચ્ચને મુંબઈમાં 60 કરોડમાં ત્રણ ઓફિસ ખરીદી

– એક જ બિલ્ડિંગમાં એક વર્ષમાં બીજું રોકાણ

– થોડા સમય પહેલાં અભિષેક બચ્ચને 15 કરોડમાં છ ફલેટ ખરીદ્યા હતા

મુંબઇ : અમિતાભ બચ્ચને મુંબઈના અંધેરી વિસ્તારમાં ૬૦ કરોડ રુપિયામાં ત્રણ ઓફિસ ખરીદી છે. હજુ થોડા દિવસો પહેલાં જ અભિષેક બચ્ચને બોરીવલી વિસ્તારમાં ૧૫ કરોડમાં છ ફલેટ્સમાં રોકાણ કર્યું તે પછી બચ્ચન પરિવારે આ બીજો મોટો પ્રોપર્ટી સોદો કર્યો છે. 

આ ત્રણ ઓફિસો કુલ મળીને ૮,૪૨૯ સ્કે. ફૂટમાં ફેલાયેલી છે. જેની સાથે  ત્રણ  કાર પાર્કિંગની પણ સગવડ મળી છે. આ માટે અમિતાભે ૩.૫૭ કરોડ  રૂપિયાની સ્ટેમ્પ ડયુટી ચુકવી છે.  આ સોદાનું રજિસ્ટ્રેશન ૨૦ જુનના રોજ કરવામાં આવ્યું હતું. 

અમિતાભે આ બિલ્ડિંગમાં આ બીજું રોકાણ કર્યું છે. અગાઉ ગયાં વર્ષે આ જ બિલ્ડિંગમાં તેણે ૨૯ કરોડમાં ચાર ઓફિસ ખરીદી હતી. આ બિલ્ડિંગમાં અજય દેવગણ, સારા અલી ખાન, કાર્તિક આર્યન તથા મનોજ વાજપેયી પણ પ્રોપર્ટી ખરીદી ચૂક્યા છે. 

આ વર્ષની શરુઆતમાં જ અમિતાભે અલીબાગમાં ૧૦ કરોડનો પ્લોટ લીધો હતો. આ અરસામાં જ તેણે અયોધ્યામાં ૧૪ કરોડનો બંગલો પણ ખરીદ્યો હતો. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments