US Heat Wave News | વૉશિંગ્ટન સહિત અમેરિકામાં લોકોની હાલત ઘણી જ ખરાબ બની ગઈ છે. વૉશિંગ્ટનની એક સ્કૂલની બહાર રહેલી અમેરિકાના રાષ્ટ્રપિતા મનાતા મહામના અબ્રહામ લિંકનની મીણમાંથી બનાવેલી પ્રતિમા અસામાન્ય ગરમીને લીધે પીગળી ગઇ છે અને તેના ભાગો છૂટા પડી ગયા છે.
અમેરિકાના આ પૂર્વ પ્રમુખની મીણમાંથી બનાવેલી આ પ્રતિમાને ઓગાળતી જોતાં સૌ કોઈ આઘાતમાં આવી ગયા હતા. દુ:ખદ વાત તે છે કે પહેલાં તો તે પ્રતિમાનું માથું જ છૂટું પડી ગયું, ત્યારપછી પગ પણ ધડથી અલગ થઇ ગયો. તે પછી સોમવારે બીજો પગ પણ પીગળી ગયો. જો કે તે પ્રતિમા બનાવનાર એન.જી.ઓ. કલ્ચર ડીસીએ તેમ કહ્યું હતું કે અમે જાણી જોઇને પહેલાં રાષ્ટ્રપિતાનું શિર્ષ અલગ કરી નાખ્યું હતું જેથી કરીને તે તૂટી ન જાય.
જે સંગઠને કહ્યું મીણ 140 ડીગ્રી ફેરનહીટે પીગળવું શરૂ થાય છે. 40 એકર કેમ્પ બર્કર નામે આ પ્રતિમાને સપ્ટેમ્બર સુધી સ્કૂલમાં રાખવામાં આવવાની હતી. કલ્ચર ડીસીએ તેનાં પ્રેસ રીલીઝમાં જણાવ્યું હતું કે આ પ્રતિમા ગૃહયુદ્ધ દરમિયાન રેફ્યુજી કેમ્પના ઇતિહાસ પર રચવામાં આવી હતી. આ કેમ્પમાં ગુલામીમાંથી મુક્ત કરાયેલા આફ્રિકી ગુલામો રહેતા હતા. કેમ્પ બાર્કરને જગ્યાએ સ્થાપિત કરાયો હતો, જ્યાં અત્યારે ગેરીસન એલિમેન્ટ્રી છે.
લિંકન અમેરિકાના 16મા પ્રમુખ હતા. ગુલામી પ્રથા સંપૂર્ણત: દૂર કરવામાં તેઓનું ઘણું મોટું પ્રદાન છે. તે અંગે 1861થી 1865 વચ્ચે અમેરીકામાં ગૃહ યુદ્ધ પણ ફાટી નીકળ્યું હતું. તેમાં તેઓ વિજય થયા હતા. અમેરિકામાં ગરમીનો પ્રચંડ પ્રકોપ છે. કેટલીયે જગ્યાએ ગરમી 45 ડિગ્રી સેલ્સિયસ પાર કરી ગઈ છે. હવામાન વિભાગે આ મહીને ભારે ગરમી માટે તૈયાર રહેવા અને એલર્ટ રહેવા જણાવી દીધું છે.