– બ્રેક અપ પછીની પહેલી બર્થ ડે પાર્ટી
– મલાઈકાની ગૂઢ પોસ્ટ, બંધ આંખે ભરોસો મૂકી શકું તેવા જ લોકો ગમે
મુંબઇ : અર્જુન કપૂરની બર્થ ડે પાર્ટીમાં મલાઈકા ગેરહાજર જોવા મળી હતી. અર્જૂન કપૂરની કઝિન સિસ્ટર્સ તથા બોલીવૂડના અનેક મિત્રો આ પાર્ટીમાં હાજર હતા પરંતુ મલાઈકાની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી.
અર્જુન કપૂરની બર્થ ડે પાર્ટીની ઊજવણીમાં જાહ્નવી કપૂર, શનાયા કપૂર, મોહિત મારવાહ, વરુણ ધવન, નતાશા,આદિત્ય રોય કપૂર, મહીપ કપૂર, સહિતના સેલેબ્સ જોવા મળ્યા હતા.
થોડા સમય પહેલાં જ કન્ફર્મ થયું હતું કે બંનેનું બ્રેક અપ થઈ ચૂક્યું છે.
સોશિયલ મીડિયામાં મલાઈકાએ અર્જુનને કોઈ બર્થ ડે વિશ કરતી પોસ્ટ મૂકવાને બદલે એક ગૂઢ મેસેજ લખ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે બંધ આંખે અને પીઠ પાછળ પણ હું જેમના પર ભરોસો કરી શકું તેવા લોકો મને ગમે છે. આ મેસેજના અનેક અર્થઘટન થઈ રહ્યાં છે.