– તારીખોને બહાને સામંથાનું પત્તું કટ થઈ ગયું
– મુંજ્યાના દિગ્દર્શક આદિત્ય સતપોદારને જ સુકાન સોંપાયું : નવેમ્બરમાં શૂટિંગ શરુ થશે
મુંબઇ : આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘વેમ્પાયર્સ ઓફ વિજયનગર’માં સામંથા રુથ પ્રભુને બદલે રશ્મિકા મંદાના ગોઠવાઈ ગઈ છે. તારીખોના અભાવના બહાને સામંથાનું પત્તું કટ કરી દેવાયું છે.
આ ફિલ્મ ના નિર્માતા ‘મુંજ્યા’ તથા ‘સ્ત્રી’ સહિતની હોરર કોમેડી ફિલ્મ બનાવી ચૂકેલા દિનેશ વિજન જ છે. ‘મુંજ્યા’ના દિગ્દર્શક આદિત્ય સતપોદારને જ આ ફિલ્મનું દિગ્દર્શન સોંપાયું છે.
હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઇ રહી છે,અને ટૂંક સમયમાં જ પ્રી-પ્રોડકશન કામ શરૂ કરવામાં આવશે, અને નવેમ્બર મહિનામાં શૂટિંગ શરૂ કરવામાં આવશે .
સામંથા અને રશ્મિકા બંને ‘પુષ્પા’ ફિલ્મથી હિંદીના દર્શકોમાં જાણીતાં બન્યાં હતાં. પરંતુ તે પછી માયોસાઈટિસની બીમારીને કારણે સામંથા કેરિયરમાં પાછળ પડી ગઈ છે જ્યારે રશ્મિકા એક પછી એક બોલીવૂડ પ્રોજેક્ટસ મેળવી રહી છે.