back to top
Homeરાજકોટઉપલેટામાં નદીના પૂરે પુલને લીધો ઝપેટમાં, 20 ગામો બન્યા સંપર્ક વિહોણા

ઉપલેટામાં નદીના પૂરે પુલને લીધો ઝપેટમાં, 20 ગામો બન્યા સંપર્ક વિહોણા

Bridge Broke In Upleta: ગુજરાતના વિવિધ જિલ્લા અને તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે નદી-નાળા છલકાયા છે. આ દરમિયાન ઉપલેટાના ચિત્રાવડ અને ખીરસરા વચ્ચેનો પુલ તૂટ્યો છે. ભારે વરસાદને કારણે મોજનદીમાં પૂર આવતા આ પુલ તૂટ્યો હતો.

20 ગામોને જોડતો પુલ તૂટ્યો

આ પૂલ તૂટતા ચિત્રાવડથી 15થી 20 ગામોના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જામકંઠોરણા તાલુકાના ચિત્રાવડ પાટી, બરડીયા, ગુંનાદાસરી, જામદાદર, મોજ ખીજડિયા, જામથોરાડા, ચરેલ, સાતોદળ, રાજપરા, કાનાવદાળા, બાલાપર, ખજુરડા અને ઉપલેટા તાલુકાના ખીરસરા, અરણી, વડાળી, પડવાલા,ભાયાવદર, ખાખીજાળીયા, ખારચીયા, મોટીપાનેલી, ગીંગણી, સિદસર, જામજોધપુર ગામોથી સીધુ રાજકોટ જવા માટે તો આ મુખ્ય માર્ગ છે.

આ પણ વાંચો: અમદાવાદીઓ ક્યારેય નહી ભૂલે આજનો દિવસ: 27 વર્ષ પહેલાં 1 જ દિવસમાં ખાબક્યો હતો 27 ઈંચ વરસાદ

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (27મી જૂન) બનાસકાંઠા, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments