સુરત
શ્રીહરી જેમ્સ પેઢીના સંચાલકોએ અમેરિકામાં નિકાસના બહાને વેપારી-સાક્ષી પાસેથી 1.33 કરોડના હીરા લઇ
રૃા.11 લાખ જ ચૂકવ્યા હતા
યુ.એસ.એ.એક્સપોર્ટ
કરવાના નામે ફરિયાદી તથા સાક્ષી વેપારીઓ પાસેથી કુલ રૃ.1.33 કરોડના ડાયમંડની
ખરીદી કરીને 11 લાખ ચુકવી બાકીના 1.22 કરોડનું પેમેન્ટ ન
ચુકવીને ગુનાઈત ઠગાઈના કારસામાં સંડોવાયેલા આરોપીએ વરાછા પોલીસની ધરપકડથી બચવા
કરેલી આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ દેવેન્દ્ર એસ.જોશીએ નકારી કાઢી છે.
વરાછા
મીની બજાર સેન્ટ્રલ બજાર સ્થિત ઓરેન્જ ડીએમએલએલપીના નામે હીરાના ઉત્પાદન સાથે
સંકળાયેલી પેઢીના ફરિયાદી સંચાલક અનિલ વિનુભાઈ પટેલ(રે.ઓમ રેસીડેન્સી, સરથાણા) પાસે શ્રી હરી
જેમ્સ પેઢીના આરોપી સંચાલકો ઘનશ્યામ રમણીક તગડીયા,દિલીપ
લાલજી તળાવીયા,સંભવ શાહ તથા મિતેશ શાહ વગેરે વિરુધ્ધ
યુ.એસ.એ.ડાયમંડ એક્સપોર્ટ કરવાના હોઈ ફરિયાદી તથા અન્ય સાક્ષીઓ પાસેથી કુલ રૃ.1.33 કરોડની કિંમતના ડાયમંડની ખરીદી કરી હતી.જે પૈકી રૃ.11 લાખ ચુકવીને બાકીના 1.22 કરોડનું પેમેન્ટ ન ચુકવીને
ઓફીસ તથા ફોન બંધ કરીને ગુનાઈત છેતરપીંડી
આચરી હતી.જે અંગે ફરિયાદીએ આરોપીઓ સંચાલકો
વિરુધ્ધ ગઈ તા.3-6-24 ના રોજ વરાછા પોલીસમાં ઈપીકો-409,420 તથા 120(બી)ની ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં વરાછા
પોલીસે આરોપી ઘનશ્યામ રમણીક તગડીયા(રે.તેજેન્દ્ર પાર્ક સોસયટી,વરાછા)ની તા.4-6-24 ના રોજ ધરપકડ કરી રિમાન્ડ
મેળવ્યા બાદ જેલકસ્ટડીમાં સોંપ્યો હતો.જ્યારે મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના
ખાનકોટડાના વતની આરોપી દિલીપ લાલજી
તળાવીયા(રે.શાલિગ્રામ સિગ્નેચર, પાલ)એ વરાછા પોલીસ ધરપકડ કરે
તેવી દહેશતથી આગોતરા જામીન માંગ્યા હતા.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે
સીવીલ નેચરની ફરિયાદને ફોજદારી સ્વરૃપ આપવામાં આવ્યું હોઈ પ્રાઈમાફેસી કેસ તથા
આર્થિક લાભ ન મેળવ્યો હોઈ આગોતરા જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં
સરકારપક્ષે એપીપી સંતોષ કે.ગોહીલે
જણાવ્યું હતું કે આરોપી સામે ગંભીર ગુનાના પ્રથમ દર્શનીય કેસની તપાસ ચાલુ
છે.આ કેસના અન્ય આરોપીઓની ધરપકડ કરવાની બાકી હોઈ હાલના આરોપીને આગોતરા જામીન
આપવાથી પોલીસ તપાસ તથા સમાજ પર વિપરિત અસર પડે તેમ છે.ગુનો નોંધાયા બાદ આરોપી આજ
સુધી તપાસ અધિકારી સમક્ષ હાજર થઈને સહકાર આપવાને બદલે નાસતા ફરે છે.ફરિયાદી તથા
સાક્ષી સાથે આરોપીઓએ કુલ 1.33 કરોડની ડાયમંડ ખરીદી કરીને
ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હોઈ આરોપીની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી છે.જેને
કોર્ટે માન્ય રાખી આરોપી દિલીપ તળાવીયાના આગોતરા જામીનની માંગને નકારી કાઢી છે.