અમિતાભ, અનિલ, જેકીનું અનુસરણ કરશે
એઆઈની મદદથી કોઈપણ તેના અવાજની અદ્દલ નકલ કરી લેશે તેવો તેને ડર છે
મુંબઇ : સિંગર કુમાર સાનુ પણ તેના પર્સનાલિટી રાઈટ્સ માટે કોર્ટનો આશરો લેશે. અગાઉ અમિતાભ બચ્ચન, અનિલ કપૂર અને જેકી શ્રોફ પોતાના પર્સનાલિટી રાઈટ્સ સુરક્ષિત કરાવી ચૂક્યા છે.
કુમાર સાનુને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીનો ડર લાગે છે. તેના મતે કોઈપણ એઆઈના ઉપયોગથી તેના અવાજ તથા સિંગિંગ સ્ટાઈલની આબેહૂબ કોપી કરી શકે તેમ છે. આથી પોતે અદાલતમાં અરજી કરી પોતાના અવાજ અને સિંગિગ સ્ટાઈલની કોઈ કોપી ન કરી શકે તે માટે કાનૂની રક્ષણ મેળવશે.
કુમાર સાનુએ જૂનાં ગીતોને રિમિક્સ કે રિક્રિએટ કરવાના ટ્રેન્ડ સામે પણ નારાજગી વ્યક્ત કરી છે.