દારૂ અને બિયરની ૧૮૯ બોટલો જ ઝડપાઈ
નડિયાદ તાલુકાના કમળા, વસો અને નાદોલી ગામોમાં પોલીસના દરોડામાં દારૂ ઝડપાયો
નડિયાદ: નડિયાદ તાલુકાના કમળા, વસો તેમજ નાદોલી ગામે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂ સાથે બે બુટલેગરોને ઝડપી પાડયા હતા. જ્યારે એક બુટલેગર અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. આ બનાવ સંદર્ભે જે તે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
એલસીબી ખેડા પોલીસે બુધવારે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન કમળા ગામે ખોડીયાર હોટલ પાછળ રહેતો બુટલેગર દીક્ષિત ઉર્ફે દીકો અનિલ સોલંકી ભાથીજી મંદિર પાછળ રસ્તામાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો ત્યારે રેડ પાડી હતી. પોલીસને જોઈ દીક્ષિત સોલંકી નાસી ગયો હતો. એલસીબી પોલીસે સ્થળ પરથી થેલીમાંથી વિદેશી દારૂ અને બીયર નંગ ૧૨૫ કિંમત રૂ.૧૩,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી નડિયાદ રૂલર પોલીસ મથકે બુટલેગર વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. વસો મહાકાલ ફળીયામાં રહેતો ગોવિંદ ઉર્ફે માતા અજીત મગનભાઈ દરબાર વિદેશી દારૂ સંતાડી રાખી છૂટક વેચતો હતો. ત્યારે તેને સ્થળ પરથી ઝડપી પાડી વસો પોલીસે પ્લાસ્ટિકની થેલીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૦ કિંમત રૂ.૩,૪૦૦નો જથ્થો કબજે કરી ઝડપાયેલા બુટલેગર વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. જ્યારે ત્રીજા બનાવમાં લીંબાસી પોલીસે નાદોલી કઠોડા રોડ ઉપર રહેતા શખ્સના ત્યાં રેડ પાડતા ભાગવા જતા ઇસમને ઝડપી પાડી પૂછપરછ કરી હતી. ત્યારે રાહુલ જયંતીભાઈ પરમાર હોવાનું જણાવ્યું હતું.