– ઇઝરાયલના રાષ્ટ્રીય સલામતી સલાહકાર ત્ઝાથી હીનેગ્બીએ કહ્યું તે નવી સરકારમાં અબ્રાહમ એકોર્ડના સભ્યોનો પણ સમાવેશ કરાશે
તેલ અવીવ : ઉત્તર ગાઝામાંથી હમાસ સરકારને દૂર કરી ઇઝરાયલમાં સરળ સરકાર રચવા વિચારી રહ્યું છે તેમ ઇઝરાયલના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર ત્જેચી હોનેગ્બીએ મંગળવારે જણાવ્યું હતું.
રાઈસમાન યુનિવર્સિટી દ્વારા યોજાયેલી હર્ઝલિયા કોન્ફરન્સમાં બોલતાં હોનેગ્બીએ કહ્યું હતું કે હમાસની શાસન કરવા પૂરતી લશ્કરી તાકાત રહી નથી. તેથી સ્થાનિક નેતાગીરીનો સાથ લઇ ત્યાં નવી સરકાર રચવા માટેની તકો વધી રહી છે.
આ સાથે તેમણે કહ્યું હતું કે ગાઝાની નવી લીડરશિપમાં અબ્રહામ એકોર્ડના સભ્યો પણ સામેલ હશે. તેમાં યુ.એસ.યુ.એન યુરોપીય યુનિયન પણ ભાગીદાર હશે. દરમિયાન ઇઝરાયલી સેના વિસ્તારને હમાસ મુક્ત બનાવી તેને સ્વચ્છ કરી નાખશે.
અંગે મહીનાઓથી રોજેરોજ અમે વિચારી રહ્યા હતા. અને હમાસમાંથી દૂર થયા પછી શી વ્યવસ્થા ગોઠવવી તે વિષે વિચાર વિમર્શ કરી રહ્યા છીએ. જો કે ત્યાંથી હમાસને દૂર કરી ત્યાં અન્ય સરળ સરકાર રચવામાં સમય ઘણો જશે. પરંતુ અમે તે માટે સતત પ્રયત્નશીલ છીએ.
અત્યારે અમારા સંરક્ષણ મંત્રી યોઆવ ગેલાન્ટ વોશિંગ્ટનમાં ચર્ચા કરી રહ્યા છે. તેમાં નેતૃત્વ ઉપરથી નીચે રહેશે, નીચેથી ઉપર નહીં.
નિરીક્ષકોને આ વિધાનોમાં પૂરી આશંકા રહેલી છે. એક તો, હમાસ સિવાયના પણ પેલેસ્ટાઇનીઓ અમેરિકા કે યુરોપીય યુનિયનની એન્ટ્રી. સ્વીકારે તે શક્ય જ નથી.બીજી વાત તે છે કે ઇઝરાયલના અંચળા નીચે પશ્ચિમની સત્તાઓ પૂર્વભૂમધ્ય સાગરના દક્ષિણના ભાગમાં ઇઝરાયલને પહોંચાડી તે દ્વારા તે સિનાઇ દ્વિપકલ્પમાં પહોંચવા માટે ફૂટ બોર્ડ તૈયાર કરી રહ્ય છે.
આમ છતાં હોનેગ્બીએ તે પણ કબુલ્યું હતું કે તમો ત્યાંથી હમાસને તદ્દન દૂર કરી જ નહીં શકો, કારણ કે તે એક વિચાર છે. એક અભિગમ છે.
ઉલ્લેખનીય છે કે યુદ્ધ પછી ગાઝાનાં શાસન વિષે વિચારવા માટે અમેરિકા સતત ઇઝરાયલ ઉપર દબાણ કરી રહ્યું છે. બાયડેન વહીવટી તંત્ર તો તેમ જ કહે છે કે ઇઝરાયલી ગાઝા પટ્ટી ઉપર કબ્જો જમાવવો જ ન જોઇએ, કે તે વિસ્તારને અંધાધૂંધી માં પણ પડવા દેવો ન જોઇએ.
બીજી તરફ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતત્યાહૂએ કહ્યું છે કે ઇઝરાયલનાં આ યુદ્ધ પાછળ ત્રણ મુખ્ય ધ્યેયો છે. એક તો હમાસની લશ્કરી તાકાત તોડવ તેની શાસન અંગેની પણ તાકાત તોડવી બીજું તમામ અપહૃતોને મુક્ત કરાવવા અને ત્રીજું તે ખાત્રી થવી જોઇએ કે ગાઝા ઇઝરાયલ માટે કદી ભયરૂપ ન બને.
અમરિકાનાં પંચ બાઉલ ન્યૂઝને આપેલી મુલાકાતમાં નેતન્યાહૂએ કહ્યું કે સેના રહિતનું યુદ્ધ પછીની ગાઝા પટ્ટી ઉપર નાગરિક સરકાર દેખરેખ રાખે તેમ હું ઇચ્છું છું. નિરીક્ષકો વધુમાં કહે છે આ બધી વાતો છે. યુદ્ધ બંધ થાય ત્યારે સાચું માનવું. બાકીની બધી વાતો છે.