Image : IANS
Teacher Cheated In Ahmedabad : ગુજરાતમાં છેતરપિંડીના અનેક કિસ્સાઓ પ્રકાશિત થયા છે. ભેજાબાજો દ્વારા અનેક પ્રકારે લોકોને બાટલીમાં ઉતારીને છેતરપિંડી કરી રહ્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો અમાદવાદમાં બન્યો છે. જેમાં એક શિક્ષક સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદના શિક્ષક છેતરપિંડીનો ભોગ બન્યા
ગુજરાતમાં વધુ એક છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના શિક્ષક છેતરપિંડીનો ભોગ બન્યા છે. વાત એવી છે કે મૂળ સાબરકાંઠાના અને હાલ અમદાવાદમાં શિક્ષકની નોકરી કરતા મિતેશકુમારે પોતાની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે. તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફોલ્ડર પંપ તથા એમ.સી.સી પેનલ અને તેના હેડનું રીપેરીંગ તેમજ મેન્ટનન્સના કોન્ટ્રાક્ટ આપવાના બહાને છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.
સુમિતકુમારે કોન્ટ્રાક્ટ અપાવવા બાબતે વાતચીત કરી લાલચ આપી
વાત એવી છે કે ફરિયાદી મિતેશકુમારનો વર્ષ 2021 આરોપી સુમિતકુમાર સાથે પરિચય થયો હતો. જેણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓળખાણ હોવાનું કહીને રીપેરીંગ અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાવવા બાબતે વાતચીત કરી લાલચ આપી હતી. જેના વિશ્વામાં આવીને મિતેશકુમારે સુમિતકુમારને જૂદી-જૂદી રીતે એક કરોડથી વધુની રકમ આપી હતી. આ પછી સુમિતકુમારે કોન્ટ્રાક્ટ મળી ગયાનું કહીને ખોટો લેટર આપી વેરલ ઉર્ફે વિરલ દોશીના નામનો 16 કરોડનો ચેક મિતેશકુમારને આપ્યો હતો. જો કે આ ચેક મિતેશકુમારે બેન્કમાં ડિપોઝીટ કરતા રિટર્ન થયો હતો.
મિતેશકુમારે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
આ પછી અનેકવાર પોતાના રકમની માંગણીઓ કરતા ફરીવાર સુમિતકુમારે વિષ્ણુ પટેલ નામના બે ચેક આપીને મિતેશકુમારને વિશ્વાસમાં લીધા હતા. તેમણે વિષ્ણુ પટેલને પોતાનો ભાગીદાર હોવાનું મિતેશકુમારને કહ્યું હતું. જોકે મિતેશકુમારે પોતાના રૂપિયા પાછા ન મળતા આખરે આર્થિક ગુના નિવારણ શાખામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગૌતમ પટેલી ધરપકડ કરી છે. જો કે પોલીસે મુખ્ય આરોપી સુમિતકુમાર અને વેરલ ઉર્ફે વિરલની શોધખોળ શરુ કરી છે. સુમિતકુમાર રાવલ હાલ વિદેશ નાસી ગયો છે.