Govinda trolled brutally offering prayers at church: બોલિવૂડના હિરો નંબર-1 ગોવિંદા ચાહકોના ફેવરિટ છે. અભિનેતાને જોવા માટે તેના ચાહકો આતુર રહે છે. પરંતુ આ વખતે તેની સોશિયલ મીડિયા પોસ્ટ જોઈને ચાહકો તેનાથી નારાજ છે અને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. તેમના ગુસ્સાનું કારણ એ છે કે, ગોવિંદા આ પોસ્ટમાં ચર્ચમાં નજર આવી રહ્યો છે.
ગોવિંદા થયો ટ્રોલ
ગોવિંદાએ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેમાં તે ઈશુ મસીહા સામે પ્રાર્થના કરતો નજર આવી રહ્યો છે. આ પોસ્ટ જોઈને ચાહતો તેનાથી નારાજ થયા છે. ગોવિંદાનું મંદિર છોડીને ચર્ચમાં જવું યૂઝર્સને નારાજ કરી રહ્યું છે. હવે આ પોસ્ટ પર યૂઝર્સ અનેક કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, તમે ઈશુ મસીહાની નહીં પરંતુ કૃષ્ણની શરણમાં જાઓ. બીજા એક યૂઝરે લખ્યું કે, તમારું નામ ગોવિંદા છે જે કૃષ્ણ ભગવાનનું છે પરંતુ તમે ભક્ત કોઈ બીજા ધર્મના છો. બીજી તરફ કેટલાક ચાહકો તેના સપોર્ટમાં આવ્યા છે અને તેમણે લખ્યું કે, બોલિવૂડની આ જ ખાસિયત છે કે તેમાં કોઈ ધર્મ ભોદભાવ નથી.
ગોવિંદા હાલમાં પોતાના ખુદના OTT એપ પર કામ કરી રહ્યો છે. તેણે ફિલ્મી લટ્ટૂ નામથી એક એપ શરૂ કરી છે. આ એપ પર ચાહકો એક્ટરની ખુદની ફિલ્મો જોઈ શકશે. તેના માટે 149 રૂપિયાનું સબ્સક્રિપ્શન લેવુ પડશે.