back to top
Homeસૌરાષ્ટ્રજામનગરમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોની ઉઘાડી દાદાગીરી : અધિકારી પર હુમલો કરતાં મામલો...

જામનગરમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોની ઉઘાડી દાદાગીરી : અધિકારી પર હુમલો કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

Crime News Jamnagar : જામનગર નજીક નાઘેડી પાસે આરટીઓ અને એસટી વિભાગ દ્વારા ચેકિંગ ચાલી રહ્યું હતું, દરમિયાન ખાનગી લક્ઝરી બસના સંચાલક અને તેના બે સાગરીતોએ દાદાગીરી કરી એસટી અધિકારી પર હુમલો કરી દેતાં ફરજમાં રૂકાવટ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, જ્યારે ઇજાગ્રસ્ત અધિકારીને જી.જી.હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના એસ.ટી. વિભાગ તેમજ આરટીઓની ટીમ દ્વારા જામનગર જિલ્લાના જુદા જુદા માર્ગો પર ચેકિંગ કરવામાં આવે છે, અને ગેરફાયદે મુસાફરોની હેરાફેરી કરનારા ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

જે અંતર્ગત ગઈકાલે એસટીના વિભાગીય કચેરીના સુરક્ષા મદદનીશ અધિકારી કિશોરભાઈ હરસુખભાઈ રાદડિયા તેમજ આરટીઓના અધિકારી વગેરે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે ચેકિંગ કરી રહ્યા હતા, જે દરમિયાન ખાનગી ટ્રાવેલ્સના સંચાલક મહાવીર સિંહ ઉર્ફે વાંઢા પોતાના અન્ય બે સાગરીત સાથે નાઘેડીના પાટીયા પાસે ધસી આવ્યા હતા, અને એસટી અને આરટીઓના અધિકારીઓ સાથે તકરાર કરી હતી.

જેઓની ફરજમાં રૂકાવટ ઊભી કરીને એસટી અધિકારી કિશોરભાઈ રાદડિયા પર હુમલો કરી દીધો હતો. જેમાં તેઓને ડાબી આંખના નેણના ભાગે ઈજા થઈ હોવાથી તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને તેઓને પ્રાથમિક સારવાર અપાઇ હતી.

આ હુમલા અને ફરજમાં રૂકાવટ અંગેના બનાવ બાબતે કિશોરભાઈ રાદડિયાએ પંચકોશી બી.ડિવિઝન પોલીસમાં ત્રણેય સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ખાનગી ટ્રાવેલ્સના સંચાલક મહાવીર સિંહ વાંઢા તથા અન્ય બે સાગરીતો સામે આઇપીસી કલમ 186, 332, 505 અને 114 સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને ભાગી છુટેલા આરોપીઓને પકડવા માટેની કવાયત શરૂ કરી છે.

જામનગર ખંભાળિયા તથા રાજકોટ ધોરી માર્ગ પર ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા ખાનગી પ્રાઇવેટની નાની મોટી બસ તેમજ ઈકો કાર મારફતે ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરવામાં આવે છે, જે અંગેનું ચેકિંગ કરવામાં આવતા આરોપીઓને પસંદ ન હોવાથી અને પોતાની ધાક જમાવવા માટે આ કૃત્ય કર્યું હોવાનું પોલીસમાં જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments