image : Filephoto
Monsoon Season Jamnagar : જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની શરૂઆત થઈ ગઈ છે, અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી નાળામાં ધીમે ધીમે પાણી આવી રહ્યા છે.
જામનગર જિલ્લાના 25 જળાશયો પૈકીના પાંચ ડેમોમાં ચાલુ સિઝનમાં વરસાદની ધીમે ધીમે આવક શરૂ થઈ છે. જામનગર જિલ્લાના રૂપાવટી ડેમ, રંગમતી ડેમ, ફુલઝર-1 ડેમ અને ઉંડ-3 ડેમ કે જે પાંચ જળાશયોમાં ચાલુ વરસાદના કારણે નવા નીર આવ્યા છે. જોકે મોટાભાગના ડેમો તળિયા ઝાટક હતા, જેથી હાલ તેમાં ધીમે ધીમે પાણીની આવક શરૂ થઈ રહી છે.