Vadodara Harassment Case : વડોદરા નજીકના બિલ ગામે રહેતી પરિણીતાને કુહાડી લઇને આવેલા પતિએ ઝઘડો કર્યો હતો. ત્યારબાદ જો તું છુટાછેડા નહી આપે તો જાનથી મારી નાખીશ તેવી વારવાર ધમકી આપે છે. પરિણીતી કોર્ટમાં પતિ વિરુદ્ધ ભરણપોષણ તથા ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હોવા છતાં ધમકી આપે છે. જેથી મહિલાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેર નજીક બીલ ગામમાં વિસ્તારમાં આવેલી ક્રિષ્ના સોસાયટીમાં રહેતા દક્ષાબેન તરૂણભાઇ ચરોતરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મારા લગ્ન વર્ષ 2004માં તરૂણભાઈ સુખાભાઈ ચરોતરા સાથે લગ્ન થયા હતા. મારે સંતાનમાં બે બાળકો પણ છે. મારા પતિ સાથે છેલ્લા ત્રણ વર્ષથી અણબનાવ થતા મારા માતા-પિતા સાથે રહુ છું અને મારા પતિ વિરુદ્ધ ભરણપોષણ તથા ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કોર્ટમાં ચાલે છે.
25 જુનના રોજ બપોરના સાડા બારેક વાગ્યે મારી બહેન સરોજબેન અમારી સોસાયટીમાં રહેતા હોય તેમના ઘરે ગઇ હતી અને તે વખતે મારા પતિ ત્યાં આવીને મારી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. તું મને 1 જુલાઇ પહેલા પહેલા છૂટાછેડા આપી દેજે અને જો નહી આપે તો તને મારી નાખીશ તેમ ધમકી આપી હતી. ત્યારબાદ મારો પતિ તરૂણ ત્યાંથી જતી રહ્યો હતો. હું મારા માતા-પિતાના ઘરે ગઈ હતી અને ત્યાં મારા માતા-પિતાએ જણાવ્યું હતું કે તારો પતિ કુહાડી લઈને આવ્યો હતો અને છૂટાછેડા અપાવી દે નહીતર તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી હતી.
ફરીથી રાત્રીના નવેક વાગ્યા આસપાસ ફરીથી મારા બહેનના ઘરે આવી હથીયાર લઈને મારા ઘરે આવી મને તથા મારા માતા પિતાને મારી નાખવાની ધમકી આપતો હતો. અટલાદરા પોલીસે મહિલાના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.