Sreeleela: દર વર્ષે બોલિવૂડ સ્ટાર કિડ્સ ડેબ્યૂ કરે છે. જયારે હવે લોકોની નજર સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન પર છે. ઇબ્રાહિમ અલી ખાનના બોલિવૂડ ડેબ્યૂ વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. એવામાં એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે તેની ફિલ્મમાં હિરોઈન કોણ બનશે? એવામાં આ ચર્ચામાં સાઉથના ઘણા મોટા કલાકારો સાથે કામ કરી ચૂકેલી શ્રીલીલા નામની સાઉથની જ અભિનેત્રીનું નામ સામે આવ્યું છે.
સાઉથના સિનેમામાં ખૂબ જાણીતી છે શ્રીલીલા
શ્રીલીલા સાઉથના સિનેમામાં ખૂબ જાણીતી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શ્રીલીલા હવે સાઉથ બાદ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તે સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન સાથે ડેબ્યૂ કરવા જઈ રહી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
નાની ઉંમર હોવા છતાં પણ કર્યું છે મોટા કલાકારો સાથે કામ
અભિનેત્રી છેલ્લે મહેશ બાબુ સાથે ફિલ્મ ગુંટુર કરમમાં જોવા મળી હતી. જેમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રીલીલા 56 વર્ષના રવિ તેજાથી લઈને 64 વર્ષના એનબીકે જેવા કલાકારોની હિરોઈન પણ રહી ચૂકી છે. જો કે તે હજુ માત્ર 23 વર્ષની જ છે.
બોલિવૂડમાં કરશે ડેબ્યૂ
એવા અહેવાલો છે કે ઇબ્રાહિમ અલી ખાન પડદા પાછળનું ફિલ્મનું કામ શીખી રહ્યો છે અને સમજી રહ્યો છે. હવે કેમેરાની સામે આવવાનો તેમનો વારો છે, જેનું માધ્યમ માત્ર ધર્મા પ્રોડક્શન હાઉસ જ બની શકે છે. આથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઇબ્રાહિમ અલી ખાન શ્રીલીલા સાથે ડેબ્યૂ કરશે. આ ઉપરાંત એક અફવા એવી પણ છે કે શ્રીલીલા બોલિવૂડમાં ડેબ્યૂ વરુન ધવન સાથે કરશે.