બિગ બોસ ઓટીટી શરૂઆતથી જ ચર્ચામાં બનેલુ છે. ત્યારે આ શો ના દરેક સ્પર્ધક પણ ચર્ચામાં રહેવા માટે ગમે તે કરી રહ્યાં છે. યુટ્યુબર અરમાન મલિક પણ આ શો માં તેની બંને પત્નીઓ સાથે આવ્યો છે. હાલમાં તે તેની બંને પત્નીઓને લઈને ચર્ચામાં છે.
શોમાં અરમાન મલિક અને તેની બે પત્નીઓ પાયલ અને કૃતિકાને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. દર્શકો પણ ત્રણેયને ટ્રોલ કરી રહ્યા છે. શોમાં વાતચીત દરમિયાન અરમાન મલિકે દીપક ચૌરસિયાને કહ્યું કે ,દરેક પુરુષને બે પત્નીઓ જોઈએ છે. હવે ટીવી એક્ટ્રેસ દેવોલીનાને તેની આ વાત બિલકુલ પસંદ ન આવી અને તેણે ફરી એકવાર X એકાઉન્ટ પર વીડિયો શેર કરીને અરમાન મલિકને ઉગ્ર ઝાટકણી કાઢી હતી.
એપિસોડનો વીડિયો ટ્વિટર પર શેર કરતી વખતે દેવોલીનાએ એક લાંબી નોટ લખી હતી. વીડિયોમાં તે એમ પણ કહી રહી છે કે. ‘આ માણસ શું કહી રહ્યો છે, યાર.’ પોતાની પોસ્ટમાં એકટ્રેસે કહ્યું કે, દરેક પુરુષને બે પત્નીઓ જોઈતી નથી, માત્ર ‘ખરાબ ઈરાદા’ ધરાવતા લોકો જ એક કરતાં વધુ પત્નીઓ ઈચ્છે છે.
આગળ એકટ્રેસે કહ્યું કે, તે દિવસ દૂર નથી જ્યારે સ્ત્રીઓ પણ એક કરતા વધુ પતિ રાખવાની ઇચ્છા વ્યક્ત કરશે. સમાજ પહેલાથી જ વિનાશના માર્ગે છે અને આ ભૂલનું વર્ષોથી પુનરાવર્તન થઈ રહ્યું છે.હું હવે એ જોવા માંગીશ કે જે લોકો અત્યારે અરમાનનો સપોર્ટ કરી રહ્યાં છે તે લોકો આ બાબતનો પણ સપોર્ટ કરે છે કે, મહિલાઓએ પણ બે પતિ રાખવા જોઇએ.
મહત્વનું છે કે, શોમાં, અરમાન મલિકે ખુલાસો કર્યો કે, તેના બંને લગ્ન માત્ર સાત દિવસના ગાળામાં જ થયા હતા. તેથી આ પ્રકારના નિવેદનથી દેવોલિનાએ પહેલાં પણ પોસ્ટ કરીને અરમાનને તેના બે લગ્નો માટે ઠપકો આપ્યો હતો અને તેના પર ફટકાર લગાવી હતી.