back to top
Homeસ્પોર્ટ્સદુનિયાના નં. 1 પેરા બેડમિન્ટન ખેલાડી બની IAS સુહાસ યતિરાજે રચ્યો ઈતિહાસ,...

દુનિયાના નં. 1 પેરા બેડમિન્ટન ખેલાડી બની IAS સુહાસ યતિરાજે રચ્યો ઈતિહાસ, જાણો તેમના વિશે

Suhas L Yathiraj: મંગળવારે BWF પેરા બેડમિન્ટન વર્લ્ડ રેન્કિંગમાં ફ્રેન્ચ દિગ્ગજ લુકાસ માઝુરને પાછળ છોડીને સુહાસ યતિરાજે વિશ્વનો નંબર વન ખેલાડી બન્યા છે. ઉત્તર પ્રદેશ કેડરના આ IAS અધિકારીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈન્ડોનેશિયાના ફ્રેડી સેટિયાવાનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો.

અર્જુન પુરસ્કાર વિજેતા સુહાસે જીત્યો ચેમ્પિયનશિપનો ખિતાબ

ટોક્યો પેરાલિમ્પિક્સની SL-4 કેટેગરીની ટાઈટલ મેચમાં 40 વર્ષીય અર્જુન પુરસ્કાર વિજેતા સુહાસે લુકાસ માઝુર સામે હારનો સામનો કરતા સિલ્વર મેડલથી કામ ચલાવ્યું પડ્યું હતું. સુહાસના નામે હવે 60 હજાર 527 પોઈન્ટ છે જે લુકાસ માઝુર (58 હજાર 953) કરતા વધુ છે.

સુહાસે X પર વ્યક્ત કરી ખુશી 

સુહાસે X પર ખુશી વ્યક્ત કરતા લખ્યું હતું કે, ‘ફાઈનલી વિશ્વનો નંબર વન, મને જણાવતા આનંદ થાય છે કે મારા જીવનમાં મેં પ્રથમ વખત, હું બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન પેરા બેડમિન્ટન રેન્કિંગમાં મેન્સ સિંગલ્સમાં નંબર વન રેન્કિંગ મેળવ્યું છે. લાંબા સમય બાદ મેં વિશ્વના નંબર વન ખેલાડી ફ્રાન્સના લુકાસ માંઝુરનું સ્થાન લીધું છે. તમારા આશીર્વાદ અને શુભકામનાઓ માટે ખૂબ ખૂબ આભાર.’

Finally World Number 1.
Happy to share that, In the latest Badminton World Federation Para Badminton rankings announced today for Men’s Singles category, I have got world number 1 ranking, first time in life, replacing previously long standing world number 1 Lucas Mazur of… pic.twitter.com/kEyGVHzKqW

— Suhas L Yathiraj (@suhas_ly) June 25, 2024

કોણ છે સુહાસ યતિરાજ?

ઉત્તર પ્રદેશ કેડરના આ IAS અધિકારીનો જન્મ કર્નાટકના શિગોમામાં થયો હતો. તેઓ જન્મથી જ વિકલાંગ (પગની સમસ્યા) છે. સુહાસને નાનપણથી જ રમતગમત પ્રત્યે રૂચી હતી. જેમાં તેમને પિતા અને પરિવાર સહયોગ પણ મળ્યો હતો. 

સુહાસના પિતા તેને વિકલાંગ ન ગણતા એક સામાન્ય બાળકની જેમ જ માનતા હતા. તેમનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ તેના પિતાની દેન છે. એવામાં સુહાસ ગમે તે રમત રમે તો તેમાં હંમેશા તેના પરિવારે તેને સાથ આપ્યો હતો. તેના પિતા પણ હંમેશા તેની જીતની અપેક્ષા રાખતા હતા. પિતાની નોકરી ટ્રાન્સફરેબલ હતી, તેથી સુહાસનું ભણતર એક શહેરથી બીજા શહેરમાં થતું રહેતું હતું. 

આથી તેમણે પ્રારંભિક શિક્ષણ ગામડામાં લીધું હતું.  ત્યારબાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરતકરથી તેમણે કોમ્પ્યૂટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યું હતું. 

પરતું વર્ષ 2005માં પિતાનું અવસાન સુહાસ માટે એક મોટો ઝટકો હતું. તેમના જીવનમાં પિતાનું એક આગવું સ્થાન હતું. આથી તેમના અવસાન બાદ સુહાસે યુપીએસસીની તૈયારી શરૂ કરી અને સિવિલ સર્વિસમાં જોડાયા. 

પરીક્ષા પાસ કરીને તેમને આગ્રામાં પોસ્ટીંગ મળ્યું અને તેઓ જૌનપુર, સોનભદ્ર, આઝમગઢ, હાથરસ, મહારાજગંજ, પ્રયાગરાજ અને ગૌતમ બુદ્ધ નગરના જિલ્લા મેજિસ્ટ્રેટ બન્યા.પરંતુ એક મોટા અધિકારી બની જવા છતાં પણ તેમની સફર શરુ જ રહી. 

બેડમિન્ટન રમવાની શરૂઆત કેવી રીતે થઈ?

પહેલા સુહાસ બેડમિન્ટન તેમના શોખ માટે અને ઓફિસનો થાક ઉતારવા માટે રમતા હતા. ધીરે ધીરે તેઓ તેમનો શોખમાં આગળ વધતા ગયા અને સ્પર્ધાઓમાં મેડલ જીતતા ગયા. ત્યારબાદ તેમણે બેડમિન્ટન પ્રોફેશનલ રમવાનું શરુ કર્યું. 

ત્યારબાદ 2016માં તેમણે આંતરરાષ્ટ્રીય મેચ રમવાનું શરૂ કર્યું. પરતું સુહાસ ચીનમાં રમાયેલી બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ હારી ગયા હતા પણ હવે આજે તેઓ દુનિયાના નં. 1 પેરા બેડમિન્ટન ખેલાડી બની ગયા છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments