– એક જમાનામાં નારી ગામના દાડમ, જમરૂખ અને સીતાફળ રાજ્યભરમાં વખણાતા હતા
– વરતેજથી નારી સુધી લગભગ 30 ફૂટનો ઢાળ, તળાવમાં પાણી ભરવા પમ્પીંગની જરૂર નથી
નારી ગામમાં આશરે ૫૦ વર્ષથી ખારૂ પાણી મળે છે. આશરે ૫૦ થી ૬૦ વર્ષ પહેલા નારી ગામમાં દાડમ, જમરૂખ, સીતાફળના ભગીચા હતા અને નારીના જમરૂખ તથા દાડમ સમગ્ર ગુજરાત રાજયમાં વખણાતા હતા. સૌની યોજના તરીકે નારી ગામને કોઈ દિવસ નહેરના લાભ મળી શકે તેમ ન હોય, તો નારી ગામના ખેડુતોની એવી માંગણી છે કે નારી ગામે સૌની યોજનામાં લાભ મળે. નારી ગામમાં વરતેજથી નારી સુધી ૧૦ ઈંચની પી.વી.સી.લાઈન નાંખેલી છે જેનો કોઈ ઉપયોગ નથી નારી ગામમાં તળાવ ભરવા માટે કોઈ પંપીંગની જરૂર નથી,વરતેજથી નારી ગામ સુધી લગભગ ૩૦ ફુટનો ઢાળ છે વરતેજ પાસે સૌની યોજનાની લાઈન નીકળી છે. ત્યારે સરકાર હાલ પાણી માટે પ્રથમ પ્રાયોરીટીના ધોરણે કામ કરી રહી હોય તેમજ સાવ ઓછા ખર્ચ અને તાત્કાલીક થઈ શકે તેમ છે જો આ યોજનાનો નારીને લાભ મળે તો આસપાસના તળાવ ભરાય જેથી કરીને ગામને અને ખેડુતોને બહોળા પ્રમાણમાં લાભ મળે તેમ છે. ભુતકાળમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પુર્વ સાંસદ ભારતીબેન શીયાળ તેમજ મેયરે રૂબરૂ મુલાકાત લીધી હતી. આ યોજનાથી નારી ગામમાં અને ખેડુતોને પાણી મળવાથી પહેલાની જેમ બગીચા ફરી વિકસી શકે તેમ છે તેથી આ અંગે નારી ગામના સામાજિક કાર્યકર બિપીનભાઈ કોશિયાએ રાજયના પાણી પુરવઠા મંત્રીને આવેદનપત્ર પાઠવી આ યોજના ઓછા ખર્ચ થઈ શકે તેમ હોય નારી ગામના તળાવમાં સૌની યોજના અન્વયે પાણી પુરૂ પાડવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.