વડોદરાઃ વડોદરા શહેર પોલીસ જવાનોને આપવામાં આવેલા બોડીવોર્ન કેમેરા ખૂબ જ જરૃરી બન્યા હોવાથી તેને હંમેશા ચાલુ રાખવા માટે પોલીસ કમિશનરે પોલીસ કર્મીઓને તાકિદ કરી છે.
વડોદરા શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારો તેમજ ટ્રાફિકની કામગીરી કરતા પોલીસ જવાનોને બોડીવોર્ન કેમેરા આપવામાં આવ્યા છે.શહેર પોલીસ કમિશનરે આ કેમેરાનો પુરેપુરો ઉપયોગ કરવા માટે જવાનોને ખાસ સૂચના આપી છે.
જે પોલીસ જવાનોને બોડીવોર્ન કેમેરા આપવામાં આવ્યા છે તેમાંથી ૭૦ જેટલા કેમેરાને સીસીટીવી કંટ્રોલ રૃમ સાથે લિન્ક કરવામાં આવ્યા છે.જેથી બોડીવોર્ન કેમેરા લગાવનાર જવાનો ખુદ હરતાફરતા કેમેરા બન્યા છે અને તેમના માધ્યમથી પણ નજર રાખી શકાય છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સયાજીગંજ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે તેમણે એક જવાનનો બોડીવોર્ન કેમેરો બંધ જોતાં તરત જ તેમણે કંટ્રોલરૃમને જાણ કરી કેમેરો ચાલુ કરાવવા સૂચના આપી હતી.આમ,હવેના સમયમાં આવા કેમેરા પોલીસ માટે ખૂબ ઉપયોગી બનશે.