અમદાવાદ,બુધવાર,26
જુન,2024
મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા વિભાગની ઉદાસીનતાના કારણે
અમદાવાદમાં આ વર્ષે ત્રીસ લાખ વૃક્ષ વાવવાનું આયોજન સફળ નહીં થાય.શહેરમાં ચોમાસાનુ
આગમન થઈ ગયુ છે.આમ છતાં બગીચા વિભાગ દ્વારા સાત ઝોનમાં પ્લાન્ટેશનની કામગીરી માટે ૨૧ જુને જ ટેન્ડર
કરાયા છે.ચોમાસા પહેલા કરવાનુ થતુ આયોજન બગીચાવિભાગ દ્વારા કરવામાં આવ્યુ
નથી.ઓગસ્ટ મહિના સુધીમાં ત્રીસ લાખ વૃક્ષો વાવવામા આવે તો રેશિયા મુજબ ૬૦ ટકા
પ્લાન્ટેશન બચવાની શકયતા છે.પાંચ જુનથી અત્યારસુધીમાં શહેરના વિવિધ વિસ્તારના
મુખ્ય રસ્તાઓ ઉપરની ડીવાઈડરોમાં બેથી ત્રણ લાખ વૃક્ષ બગીચાખાતા દ્વારા વાવવામાં
આવ્યા છે.તમને ખબર હતી તો આગોતરુ આયોજન કેમ ના કરાયુ કહી મ્યુનિ.કમિશનરે ડિરેકટર
જિજ્ઞોશ પટેલનો ઉધડો લીધો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે
મ્યુનિસિપલ કમિશનરે વિકલી રીવ્યુ બેઠક કરી હતી.બેઠકમાં શહેરમાં આ વર્ષે ચોમાસા
દરમિયાન ૪૮ વોર્ડ વિસ્તાર,મ્યુનિસિપલ
કોર્પોરેશન હસ્તકના પ્લોટ,
રસ્તાઓ ઉપરની સેન્ટ્રલ વર્જ સહિતની જગ્યાએ મિશન થ્રી મિલીયન ટ્રી ઝૂંબેશ
અંતર્ગત અત્યારસુધીમા બગીચા ખાતા,
ઝોન લેવલે પ્લાન્ટેશન અંગે થયેલી કામગીરી બાબતમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ
કમિશનરો પાસેથી વિગત જાણવા માંગી હતી.આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો યોગ્ય માહિતી
આપી નહીં શકતા મ્યુનિસિપલ કમિશનરે તમામને પ્લાન્ટેશનની કામગીરીને લઈ ઝોનકક્ષાએ
અઠવાડીક બેઠક કરી સમીક્ષા કરવામા આવે છે કે કેમ? એવો સવાલ કર્યો હતો.બગીચાખાતાના ડિરેકટર જિજ્ઞોશ પટેલનો
ઉધડો લેતા તેમણે કહયુ,ચોમાસુ
શરુ થઈ ગયુ છે.મારી પાસે આવેલા રીપોર્ટ મુજબ તમારા વિભાગે હજુ સુધી વિવિધ મુખ્ય
રસ્તાઓ ઉપર આવેલા ડિવાઈડરોમાં અંદાજે બેથી
ત્રણ લાખ વૃક્ષ વાવવાની કામગીરી પુરી કરી
છે.કામગીરી માટે અગાઉથીઆયોજન કરવાનુ હોય એના બદલે તમે જુન મહીનામા ટેન્ડર કરો છો.
બીજી જુલાઈએ ટેન્ડર બિડ ખોલશો.ટેન્ડર કયારે મંજૂર થશે? કયારે રોપા આવશે? રોપા આવશે
ત્યાંસુધીમા તો ચોમાસુ પણ પુરુ થવા આવશે તે સમયે તમે પ્લાન્ટેશન કરશો તો તેમાંથી
ઉગશે કેટલાં?