back to top
Homeપ્રાઈમ ન્યૂઝબિહાર, રાજસ્થાનમાં વરસાદ અને વીજળી આફત બની, 10નાં મોત, સરકારે 4-4 લાખ...

બિહાર, રાજસ્થાનમાં વરસાદ અને વીજળી આફત બની, 10નાં મોત, સરકારે 4-4 લાખ વળતર આપ્યું

Weather Updates | બિહારના છ જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે આઠ લોકોનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા 24 કલાકમાં ભાગલપુર, મુંગેર, જમુઇ, પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ અને અરરિયા જિલ્લાઓમાં આ મોત થયા છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી આઠ લોકોનાં થયેલા મોત અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું. મુખ્યપ્રધાનના કાર્યાલયે કરેલી જાહેરાત મુજબ મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

મુખ્યમંત્રીના કાર્યાલયના જણાવ્યા અનુસાર વીજળી પડવાને કારણે ભાગલપુર અને મુંગેર જિલ્લાઓમાં બે-બે, જમુઇ, પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ અને અરરિયામાં એક-એકનું મોત થયું છે.  મુખ્યમંત્રીએ ખરાબ હવામાન દરમિયાન ઘરમાં રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત મુખ્યપ્રધાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની સલાહ અને સૂચનો પણ ધ્યાનમાં લેવા જણાવ્યું છે. 

રાજસ્થાનના પાલી જિલ્લામાં વરસાદને કારણે બાલકની તૂટી પડતા 12 વર્ષના છોકરા અને તેની 6 વર્ષની બહેનનું મોત થયું છે. આ ઘટનામાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે તેમ પોલીસે જણાવ્યું હતું. 

રાજસ્થાનમાં સૌથી વધુ વરસાદ બાડમેરના સેદવામાં 7 સેમી નોંધવામાં આવ્યો હતો. ધોલપુરમાં 65 મીમી, ચિત્તોડગઢમાં 27.8 મિમી વરસાદ પડયો હતો. કેરળમાં પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે, અનેક વૃક્ષો ધરાશયી થયા છે. બીજી તરફ રાજ્યની નદીઓ અને ડેમમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. 

ભારતીય હવામાન વિભાગે કેરળના સાત જિલ્લાઓમાં ખૂબ જ વધારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી ઓરેન્જ એલર્ટ જારી કરી છે. જ્યારે સાત જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવી છે.  દિલ્હીમાં આજે મોટે ભાગે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડયો હતો. શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments