back to top
Homeમુંબઈબોલીવૂડ કલાકારો સહિતની હસ્તીઓને ત્યાં જ ચોરી કરતો સેલિબ્રિટી ચોર પકડાયો

બોલીવૂડ કલાકારો સહિતની હસ્તીઓને ત્યાં જ ચોરી કરતો સેલિબ્રિટી ચોર પકડાયો

વિલેપાર્લે (ઇ)માં એક ઘરમાં 45 લાખની ઘરફોડી કરી

દર વખતે ચોરી કર્યા બાદ પશ્ચાતાપ કરવા અજમેર પહોંચી જતા હતો જોકે આ વખતે ટ્રેન પકડે તે પહેલાં જ પકડાઈ ગયો

મુંબઇ :  મુંબઇ પોલીસે તાજેતરમાં બોલીવૂડના અભિનેતાઓ અને કલાકારો સહિત વીઆઇપીઓના ઘરમાં હાથપેરો કરતા એક રીઢા ચોરટાને પકડી પાડયો છે. ‘સેલિબ્રિટી ચોર’ તરાકો જાણીતો વિજય જાધવ ઉર્ફે બાટલા દરેક વખતે મોટો હાથ ફેરો કર્યા બાદ પશ્ચાતાપ કરવા અજમેરની દર્ગા પર પહોંચી જતો હતો. જોકે આ વખતે તે અજમેર પહોંચે તે પહેલા જ પોલીસે તેને જાળ બિછાવી ટ્રેન પકડે તે પહેલા જ ઝડપી લીધો હતો.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર બાટલાએ થોડા સમય પહેલા વિલેપાર્લે (ઇ)માં રહેતા એક વ્યક્તિના  ઘરેથી દોઢ લાખ રૃપિયાની રોકડ અને રૃા.૪૩.૭૫ના સોનાના દાગીના ચોરી લીધા હતા.

આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર બાટલા જ્યાં પણ ચોરી કરવાનો હોય ત્યાં પહેલાં રેકી કરી લેતો. આ માટે બાટલાએ તેનું એક વિશાળ નેટવર્ક પણ બનાવી રાખ્યું હતું. બાટલા અને તેના નેટવર્કના લોકો મુખ્યત્વે સેલિબ્રિટી અને વીઆઇપી લોકોના ઘર અને તેમના પરિવારજનો પર નજર રાખતા. આ લોકો બહારગામ જાય અને ઘરમાં લોકો હાજર ન હોય ત્યારે ચોરી/ ઘરફોડીને અંજામ આપતા હતા. 

૨૧ જૂનના રોજ વિલેપાર્લે (ઇ)માં રહેતા જોશી પરિવારના સભ્યો ગોવા ફરવા ગયા હતા. બાટલાને આ વાતની જાણ તેના નેટવર્ક પરથી થઇ હતી. આ વાતનો ફાયદો ુ ઉઠાવી બાટલાએ અંદાજે ૪૫ લાખની ચોરી કરી હતી. જોશીના ઘરે કેરટેકરનું કામ કરતા શિવાજી ભારતીએ આવાતની જાણ પરિવારને કરતા તેમણે વિલેપાર્લે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવીના ફૂટેજ મેળવી તેની ઝીણવટ ભરી તપાસ કરતા એક પોલીસકર્મીએ તેની ચાલ પરથી બાટલાને ઓળખી લીધો  હતો. બાટલા આ પહેલા પણ ચોરીની ઘટનાઓમાં પકડાયો હતો. તે સેલિબ્રિટી ચોર તરીકે જ ઓલખાય છે કારણ કે તેણે ૧૬ થી વધુ ચોરી/ ઘરપોડી કરી છે જેમાં મોટા ભાગના લોકો બોલીવૂડ સાથે સંકળાયેલા છે. બાટલા સામે જુહુ, વર્સોવા, ઓશિવરા, વિલેપાર્લે જેવા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે.

બાટલા મુખ્યત્વે એવા ઘરોને નિશાન બનાવતો  જે ઘરોમાં  સેફટી ગ્રિલ ન હોય તે સ્લાયડિંગ અને બારીઓની મદદથી ઘરમાં પ્રવેશતો અને ઘર ફોડી આચરતો પોલીસે બાટલા અને તેના સાગરિતો પાસેથી ચોરીની અમૂક મતા પણ જપ્ત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments