back to top
Homeભારત'ભારત હિન્દુ રાષ્ટ્ર નથી, ચૂંટણીના પરિણામોએ સાબિત કર્યું...' જાણીતા અર્થશાસ્ત્રીએ ભાજપને લપેટ્યો

‘ભારત હિન્દુ રાષ્ટ્ર નથી, ચૂંટણીના પરિણામોએ સાબિત કર્યું…’ જાણીતા અર્થશાસ્ત્રીએ ભાજપને લપેટ્યો

Amartya Sen | તાજેતરમાં 18મી લોકસભામાં સાંસદ તરીકે શપથ લેતી વખતે એક સાંસદે જય હિન્દુ રાષ્ટ્ર બોલતાં ફરી એકવાર હિન્દુ રાષ્ટ્રનો મુદ્દો ચગ્યો છે. આ દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેને એક મોટું નિવેદન આપ્યું છે. જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે ભારતને હિન્દુ રાષ્ટ્રમાં રૂપાંતરિત કરવાનો વિચાર મને યોગ્ય નથી લાગતો. ભાજપની આગેવાની હેઠળની વર્તમાન એનડીએ સરકાર સામે પણ તેમણે નિશાન તાક્યું હતું. 

અયોધ્યામાં ભાજપની હારનો ઉલ્લેખ કર્યો 

મીડિયા સાથેની વાતચીતમાં અમર્ત્ય સેને કહ્યું કે ભારત હિન્દુ રાષ્ટ્ર નથી, ચૂંટણી પરિણામોએ એ વાતને સ્પષ્ટ કરી દીધી છે. મને નથી લાગતું કે ભારતને એક હિન્દુ રાષ્ટ્રમાં બદલવાનો વિચાર યોગ્ય છે. અયોધ્યામાં ભાજપના પરાજય વિશે તેમણે કહ્યું કે દેશની અસલ ઓળખને દબાવી દેવાના ભરપૂર પ્રયાસ કરાયા હતા. 

હિન્દુ રાષ્ટ્ર વિશે આપ્યું મોટું નિવેદન 

તેમણે કહ્યું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે દર્શાવવા માટે આટલા રૂપિયા ખર્ચીને રામમંદિર બનાવવામાં આવ્યું. મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગૌર તથા નેતાજી સુભાષચંદ્ર બોઝના દેશમાં આવું કરવાની જરૂર નહોતી. આ ભારતની અસલ ઓળખની અવગણના કરવાના પ્રયાસોને દર્શાવે છે. તેમાં તાત્કાલિક ફેરફાર કરવાની જરૂર છે. 

બેરોજગારી પર કહી આ વાત 

90 વર્ષીય અમર્ત્ય સેને કહ્યું કે ભારતમાં બેરોજગારી વધી રહી છે અને પ્રાથમિક શિક્ષણ તથા પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓની સતત અવગણના થઇ રહી છે. આપણે દરેક ચૂંટણી બાદ પરિવર્તનની આશા રાખીએ છીએ. ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં અનેક લોકોને ટ્રાયલ વગર જ જેલમાં નાખી દેવાયા. ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર વધ્યું. આ બધું હજુ પણ થાય છે જેને અટકાવવું જરૂરી છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments