– સમગ્ર રાજ્યમાં વલસાડમાં માત્ર 19 ટકા કામગીરી થઇ
– જિલ્લાના લાયકાત ધરાવતા 6182 માંથી 3863 વિદ્યાર્થીના રજિસ્ટ્રેશન હજુ બાકી
રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ અને તકનીકી કૌશલ્યો ધરાવનાર યુવાધન માટે વિપુલ તકોનું નિર્માણ થનાર છે ત્યારે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય આપવા નમો સરસ્વતી વિજ્ઞાાન સાધના યોજના અમલમાં મુકવામાં આવી છે જેમાં સરકારી, ગ્રાન્ટેડ, સ્વનિર્ભર શાળાઓના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીને આ સહાય મળવાપાત્ર છે. આ યોજના હેઠળ ધો.૧૧-૧૨ મળી કુલ ૨૫ હજાર સહાય ચુકવવામાં આવનાર છે. જે તબક્કાવાર સીધા વિદ્યાર્થીના બેન્ક એકાઉન્ટમાં જમા થશે. નમો લક્ષ્મીના ફોર્મ ભરાયા બાદ હાલ છેલ્લા ૧૦ દિવસથી નમો સરસ્વતી યોજનાના ફોર્મ શાળા કક્ષાએથી ભરવાના શરૂ થયા છે. તાજેતરમાં આવેલ રિપોર્ટ પ્રમાણે નમો સરસ્વતી યોજનામાં અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લાની ૧૧૮ શાળામાં લાયકાત ધરાવતા ૬૧૮૨ વિદ્યાર્થીઓમાંથી ૨૩૧૯ વિદ્યાર્થીના ફોર્મ સબમીટ થયા છે. એટલે ૩૮ ટકા કામગીરી થઇ છે. જ્યારે ૭૦ સ્કૂલોએ હજુ ખાતુ પણ ખોલ્યું નથી. જ્યારે ૩૮૬૩ છાત્રો એટલે કે ૬૨ ટકા વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન બાકી હોવાનું જણાયું છે. જ્યારે બોટાદ જિલ્લામાં ૨૬ શાળાના નોંધાયેલ ૧૩૪૮ વિદ્યાર્થઈઓમાંથી ૧૨૦૭ છાત્રોનું રજિસ્ટ્રેશન થયું છે. આમ ૧૦ ટકા બાકી રહેતા ૧૪૧ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થશે એટલે રાજ્યમાં પ્રથમ ક્રમે ૧૦૦ ટકા કામગીરી કરનાર જિલ્લામાં સમાવેશ થશે. જ્યારે હાલના સંજોગોમાં રાજ્યમાં વલસાડ જિલ્લામાં સૌથી ઓછુ ૧૯ ટકા રજિસ્ટ્રેશન થયું હોવાનું જાણવા મળ્યું છે.