back to top
Homeભારતમાતાને સરપ્રાઇઝ આપવા 59 દિવસમાં 16 સરહદ પાર કરી, લંડનથી 18000 km...

માતાને સરપ્રાઇઝ આપવા 59 દિવસમાં 16 સરહદ પાર કરી, લંડનથી 18000 km કાર ચલાવી પુત્ર ભારત પહોંચ્યો

London To India By Road: થોડાં સમય પહેલાં લંડનથી કોલકાતા વચ્ચેની બસની માહિતી વાયરલ થતાં આજની ઘણી યુવાપેઢી આશ્ચર્યમાં પામી હતી કે લંડનથી બસમાં કોલકાતા કેવી રીતે પહોંચી શકાય. પરંતુ તાજેતરમાં જ લંડનમાં રહેતા વિરાજીત મુંગલે મુંબઈ નજીક થાણેમાં રહેતી માતાને મળવા માટે લંડનથી થાણેનો કાર પ્રવાસ ખેડ્યો હતો.

લંડનથી થાણે પહોંચતા જ માતાએ ઠપકો આપ્યો 

વિરાજીત મુંગલે 59 દિવસ સુધી કાર ચલાવી હતી. 16 દેશો પાર કરી 18 હજારથી વધારે કિ.મી.નું અંતર કાપી તેઓ લંડનથી થાણે પહોંચ્યા હતા. પત્ની તથા મિત્રોએ તેમને આ સાહસ માટે પ્રેરણા આપી હતી. પરંતુ થાણે પહોંચતાં વેંત આવું સાહસ કરવા બદલ માતાએ તેમને ઠપકો આપ્યો હતો.

આ પણ વાંચો: રેલવે મુસાફરો માટે ખુશખબરઃ ભારત ગૌરવ ટ્રેનમાં કરો દક્ષિણ ભારતનો પ્રવાસ, રૂ. 1185ના EMI પર ભાડું

એક દિવસમાં આશરે 400 થી 600 કિલોમીટરનું અંતર કાપ્યું

વિરાજીત મુંગલે બ્રિટીશ ઈન્ડિયન છે. કાર ડ્રાઈવિંગ અને ફરવાના તેમના શોખને કારણે તેમણે ફ્લાઈટની ટૂંકી સફરને બદલે કારમાં આવવાનું પસંદ કર્યું હતું. તેમણે બે મહિનાની રજા લીધી હતી અને માર્ગમાં આવતા તમામ દેશોમાંથી પસાર થવા માટે જરૂરી મંજૂરીઓ પણ મેળવી લીધી હતી. વિરાજીત ઐતિહાસિક સિલ્ક રોડની વાર્તાથી ઘણાં પ્રભાવિત હતા. તેવા જ કોઈ પ્રવાસનું તેમનું સ્વપ્ર હતું. તેમણે પોતાના પ્રવાસ દરમિયાન એક દિવસમાં આશરે 400 થી 600 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. તે સાથે જ સુરક્ષાનું ધ્યાન રાખતાં તેમણે રાત્રીના સમયે ડ્રાઈવિંગ કરવાનું ટાળ્યું હતું. લંડનથી થાણે આવતાં સુધીમાં તેઓ જર્મની, રશિયા, ચીન જેવા દેશોમાંથી પસાર થયાં અને ત્યાંના ભોજનનો સ્વાદ પણ તેમણે માણ્યો હતો.

વિરાજીત મુંગલે માટે આ પ્રવાસ સરળ નહોતો. રસ્તામાં ઘણી જગ્યાએ તેમને ઊંચાઈ અને ઓછાં ઓકિસજનને કારણે બીમારીનો પણ સામનો કરવો પડ્યો હતો. 5200 મીટરની ઊંચાઈ અને ખરાબ વાતવરણને કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, હવે પાછા જતી વેળાએ વિરાજીત ફરી રોડ ટ્રિપ નહીં કરે. તેઓ પોતાની કાર શિપ દ્વારા લંડન પાછી મોકલશે અને પોતે ફલાઈટમાં પરત ફરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments