back to top
Homeદુનિયામાલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુ પર કાળો જાદુ કરવાના પ્રયાસ થયા, રાજ્યમંત્રી સહિત 3...

માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુ પર કાળો જાદુ કરવાના પ્રયાસ થયા, રાજ્યમંત્રી સહિત 3 આરોપીની ધરપકડ

Image Source: Twitter

Black Magic On President Muizzu: માલદીવમાંથી એક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. પોલીસે રાષ્ટ્રપતિ મુઈજ્જુ પર કથિત રીતે કાળો જાદુ કરવાના આરોપમાં દેશની સરકારના એક મંત્રીની ધરપકડ કરી છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે, પોલીસે મુઈજ્જુની નજીક આવવા માટે કાળો જાદુ કરવાના આરોપમાં પર્યાવરણ મંત્રાલયના રાજ્યમંત્રી ફાતિમા શમનાઝની સાથે અન્ય બે લોકોની ધરપકડ કરી લીધી છે. 

રાજ્યમંત્રી સહિત 3 આરોપીની ધરપકડ 

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ત્રણેય લોકોની ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી કોર્ટે તમામને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે મંત્રી શમનાઝના ભાઈ અને અન્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શમનાઝ રાષ્ટ્રપતિ કાર્યાલયના મંત્રી એડમ રમીઝના પૂર્વ પત્ની છે. શમનાઝની ધરપકડ કરતા પહેલા પોલીસે તેના ઘરની તલાશી લીધી હતી. પોલીસે તેમના ઘરમાંથી કેટલીક વસ્તુઓ પણ જપ્ત કરી છે.

મંત્રી શમનાઝના ઘરમાંથી કાળા જાદુ સાથે સબંધિત વસ્તુઓ જપ્ત કરી 

પોલીસ પ્રવક્તા અહેમદ શિફાને પણ મંત્રી શમનાઝની મંગળવારે અન્ય બે લોકો સાથે ધરપકડ કરી હોવાની પુષ્ટિ કરી છે. આ પહેલા પોલીસે શમાનાઝના ઘરે દરોડા પાડ્યા હતા અને ઘણી વસ્તુઓ જપ્ત કરી હતી. આ વસ્તુઓ અંગે સૂત્રોએ જણાવ્યું કે, તેનો ઉપયોગ કાળો જાદુ કરવા માટે કરવામાં આવ્યો હશે.

મુઈજ્જુ સાથે અનેક પદો પર કામ કરી ચૂકી છે આરોપી મંત્રી

એપ્રિલમાં પર્યાવરણ મંત્રાલયમાં ટ્રાન્સફર થયા પહેલા શમનાઝે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ચૂંટાયેલા મુઈજ્જુ માટે રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્ય મંત્રી તરીકે કામ કર્યું હતું. આ પહેલા તેમણે માલેની નગર પરિષદમાં મુઈજ્જુ સાથે કામ કર્યું હતું અને મુઈજ્જુ મેયર હતા તે દરમિયાન શહેરના કાઉન્સિલર તરીકે કામ કર્યું હતું.

માલદીવમાં અગાઉ પણ આવો મામલો આવી ચૂક્યો છે

કાળો જાદુ જેને સ્થાનિક ભાષામાં રીતે ફંડિતા અથવા સિહુરુ તરીકે ઓળખવામાં આવે છે. તેને ઈસ્લામિક કાયદા હેઠળ ગંભીર અપરાધ માનવામાં આવતું હોવા છતાં માલદીવમાં એક વ્યાપક માન્યતા છે. મે મહિનામાં પોલીસે સંસદીય ચૂંટણીમાં ભાગ લેનારા સત્તારુઢ પાર્ટીના સભ્ય પર કાળો જાદુ કરવાના આરોપમાં 60 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2015માં ઈસ્લામિક મંત્રાલયે એક જાહેર નિવેદન બહાર પાડીને ચેતવણી આપી હતી કે સમાજમાં કાળો જાદુ ખૂબ જ સામાન્ય બની રહ્યો છે અને વ્યક્તિએ આવી પ્રથાઓથી દૂર રહેવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments