back to top
Homeરાજકોટમોજ નદી પર બનાવેલો કોઝ-વે ધોવાઈ જતાં 5 ગામનો વાહનવ્યવહાર ઠપ

મોજ નદી પર બનાવેલો કોઝ-વે ધોવાઈ જતાં 5 ગામનો વાહનવ્યવહાર ઠપ

ચિત્રાવડ ગામથી ખીરસરા ભાયાવદર જવાના રસ્તામાં ભંગાણ : સમારકામ ન કરવામાં આવતા લોકોએ એકત્ર થઈ રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કર્યા

ઉપલેટા, :  જામકંડોરણાના ચિત્રાવડ ગામથી ઉપલેટાના ખીરસરા, ભાયાવદર, ઉપલેટા જવાના મુખ્ય માર્ગની મોજ નદી ઉપર બનાવેલ કોઝવે ધોવાઇગયેલ  હોવાથી  વાહનવ્યવહાર બંધ થઈ જતાં ે ચિત્રાવડ ગામ તથા આ કોજવેને અસર કરતા ગામોના લોકો, આગેવાનો, ખેડૂતો આ મોજ નદીના કોજવે પર એકઠા થયેલ હતા .અને પોતાને પડતી તકલીફો મુશ્કેલીઓ લઈને ે જવાબદાર તંત્ર સુધી વાત પહોંચાડવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કરેલ છે. અહિયાં છેલ્લા ત્રણ વર્ષથી આ કોઝવેનો રસ્તો ખખડધજ હાલતમા છે જેથી આ સમસ્યાને લઈને અહિયાં સારો મજબૂત બનાવવામા આવે તેવી માંગ કરાઈ હતી છે.અને સ્થળ પર બધા એકઠા થઈને રામધૂન બોલાવી અને સુત્રોચ્ચાર કર્યો હતો.

ઉપલેટાની મોજ નદી પર આવેલ પુલ જે ઉપલેટાના ખીરાસરા તથા જામકંડોરણાના ચિત્રાવડ ગામને જોડતો રસ્તો આવેલ છે. અહિયાના ચિત્રાવડથી જામકંડોરણા અને રાજકોટ જવા માટેનો એક માત્ર આ માર્ગ આવેલ છે. આ બન્ને ગામો વચ્ચેના રસ્તામાં એક કોજવે આવેલ છે જે ઘણા વર્ષોથી બિસ્માર હાલતમા છે અને આ કોજવે દર વર્ષે ધોવાઇ જાય છે .ત્યારે અહિયાં તંત્ર દ્વારા દર વખતે માટી કામથી થુકના સાંધા જેવા કામો કરવામા આવે છે .જેના પરિણામે અહિયાં દર વર્ષની જેમ વધુ વરસાદ પડે છે ત્યારે આ કોઝવેનુ ધોવાણ થઈ જાય છે. અને લાખો રૂપિયાનો વેડફાટ પણ થાય છે .ઉપરાંત અહિયાથી પસાર થતાં વાહનોનો વાહન વ્યવહાર બંધ થઈ જાય છે.

આ રસ્તાનો કોઝવે બંધ થવાના કારણે વાહન વ્યવહાર અને પરિવહન માટે વૈકલ્પિક રસ્તા માટે અંદાજિત વીસ કિલોમીટર ફરીને જવુ પડે છે. આ સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા આ કોજવે વ્યવસ્થિત રીતે અને ઉચ્ચો બનાવવા માટે તંત્રને અનેક વખત રજુઆત કરેલ છે પણ નિંભર તંત્ર કોઈ ધ્યાન આપતુ નથી .જેના પરિણામ સ્વરૂપે લોકોને, રાહદારીઓ, વિધાર્થીઓને ચાલીને જવુ હોય તો જીવના જોખમે અવર જવર કરવુ પડી રહ્યું છે.

અહિયાના જામકંઙોરણા તાલુકાના ચિત્રાવડ પાટી, બરડીયા, ગુંદાસરી, જામદાદર, મોજ ખીજડીયા, જામ થોરાડા, ચરેલ, સાતોદળ, રાજપરા, કાનાવદાળા, બાલાપર, ખજુરડા જેવા ગામડાઓ તથા ઉપલેટા તાલુકાના ખીરસરા, અરણી, વડાળી, પડવલા, ભાયાવદર, ખાખીજાળીયા, ખારચીયા, મોટીપાનેલી, ગીંગણી, સિદસર, જામજોધપુર ગામોથી સીધુ રાજકોટ જવા માટેનો આ મુખ્ય માર્ગ છે .જેમાં આ કોજવે ખખડધજ હાલતમા હતો અને ઉપરથી ધોવાણ થતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયેલ છે.

આ પ્રકારની સમસ્યાને કારણે બસથી પણ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વીસ કિલોમીટર ફરીને જવુ પડે છે. અને કાતો જીવના જોખમે લોકોને આ કોજવે પર પસાર થવુ પડી રહ્યું છ.ે ત્યારે આ સમસ્યાને લઈને ચિત્રાવડ ગામ તથા આ કોજવેને અસર કરતા ગામોના લોકો, આગેવાનો, ખેડૂતો આ મોજ નદીના કોજવે પર એકઠા થયેલ હતા .અને પોતાને પડતી તકલીફો મુશ્કેલીઓ લઈને ખખડધજ કોજવે પર રામધૂન બોલાવી હતી .અને સુત્રોચ્ચાર પણ કરેલ હતા અને જવાબદાર તંત્ર સુધી વાત પહોંચાડવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કરેલ છે. અહિયાં છેલ્લા ત્રણ વર્ષથી આ કોઝવેનો રસ્તો ખખડધજ હાલતમા છે જેથી આ સમસ્યાને લઈને અહિયાં સારો મજબૂત બનાવવામા આવે તેવી માંગ કરાઈ હતી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments