back to top
Homeસુરતયુનિયન બેન્કની ડુપ્લીકેટ એપ બનાવી ભેજાબાજે રૂ.61,300 ટ્રાન્સફર કરાવ્યા

યુનિયન બેન્કની ડુપ્લીકેટ એપ બનાવી ભેજાબાજે રૂ.61,300 ટ્રાન્સફર કરાવ્યા

– ક્રેડિટ સોસાયટીના મહિલા કેશિયર સાથે ઠગાઈ : ખટોદરા રહેતા 49 વર્ષના મહિલાએ બેન્ક સ્ટેટમેન્ટ માટે વ્યોમ એપમાં એપ્લાય કર્યું પણ એરર આવ્યા બાદ વ્હોટ્સએપ ઉપર એપીકે ફાઈલ આવી હતી

– ફાઈલ ડાઉનલોડ કરી વિગતો ભરતા પૈસા કપાતા બેન્કમાં જઈ તપાસ કરી તો ફેક એપ હોવાનું જાણવા મળતા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી

સુરત, : સુરતના ખટોદરા જૂની સબજેલ પાછળ રહેતા અને વરાછા સ્થિત ક્રેડિટ સોસાયટીના મહિલા કેશિયરને એપીકે ફાઈલ મોકલી યુનિયન બેન્કની ડુપ્લીકેટ એપમાં એકાઉન્ટની વિગતો ભરાવી ભેજાબાજે રૂ.61,300 ટ્રાન્સફર કરી લેતા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ખટોદરા જૂની સબજેલ પાછળ રહેતા અને વરાછા સ્થિત ક્રેડિટ સોસાયટીમાં છેલ્લા 25 વર્ષથી કેશિયર તરીકે નોકરી કરતા 49 વર્ષીય મનીષાબેન ( નામ બદલ્યું છે ) યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં સેવીંગ્સ એકાઉન્ટ ધરાવે છે.મનીષાબેને ગત 30 મે ના રોજ સવારે 10.30 વાગ્યે પોતાના મોબાઈલ ફોનમાં બેન્કની વ્યોમ એપ ઓપન કરી સ્ટેટમેન્ટ માટે એપ્લાય કરતા એરર આવી હતી.થોડી વારમાં જ તેમના વ્હોટ્સએપ નંબર ઉપર અજાણ્યા મોબાઈલ નંબર પરથી યુનિયનબેન્કસ્ટેટમેન્ટ નામની એપીકે ફાઈલ આવતા તે સ્ટેટમેન્ટ મેળવવા માટેની હશે તેમ માની મનીષાબેને તેને ડાઉનલોડ કરતા બેન્કનું પેઈજ ઓપન થયું હતું.તેમાં આધારકાર્ડ, જન્મ તારીખની વિગતો ભરી હતી.જોકે, એટીએમ કાર્ડ નંબર અને સીવીવીની વિગતો માંગતા તેમને અજુગતું લાગ્યું હતું અને તે ફાઈલમાંથી બહાર નીકળી ગયા હતા.

ત્યાર બાદ બપોરે 1.22 કલાકે તેમને બેન્કમાંથી રૂ.11,300 નું ટ્રાન્ઝેક્શન કર્યાનો મેસેજ આવ્યો હતો.આથી તેમણે બેન્કમાંથી આવેલા અન્ય મેસેજ ચેક કર્યા તો સવારે 10.43 કલાકે પણ રૂ.50 હજારનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું તેવો મેસેજ હતો.પોતે આવા કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા ન હોય તેમણે બેન્કની સલાબતપુરા બ્રાન્ચમાં જઈ તપાસ કરતા તેમને જે એપીકે ફાઈલ આવી હતી તે બેન્કની ફેક એપની ફાઈલ હોવાની જાણ થઈ હતી.આથી છેવટે તેમણે ગતરોજ ભેજાબાજ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પીઆઈ વાય.એસ.ગામીતે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments