લોકસભામાં INDIA ગઠબંધનના ફ્લોર લીડર્સની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં INDIA ગઠબંધનની 20 પાર્ટીઓને ફ્લોર લીડર્સ બનાવવામાં આવી હતી. વાસ્તવમાં, ફ્લોર લીડર્સ BAC મીટિંગમાં સ્પીકર સાથેની બેઠકમાં ભાગ લે છે. આ સિવાય તેઓ એકબીજા સાથે વધુ મનમેળ રહે તે માટે પણ કામ કરે છે. સામાન્ય રીતે, લોકસભામાં વિપક્ષની રણનીતિ નક્કી કરવામાં આ ફ્લોર લીડર્સ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
કોણ – કોણ બન્યું ફ્લોર લીડર
કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધીની સાથે કે.સી. વેણુગોપાલ અને ગૌરવ ગોગોઈ, તો સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ ફ્લોર લીડરમાં સામીલ રહેશે. જ્યારે DMKના ફ્લોર લીડર ટી.આર. બાલૂ રહેશે તો, સુદીપ બંદોપાધ્યાય TMC માંથી ફ્લોર લીડરમાં રહેશે. અરવિંદ સાવંત, શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે, સુપ્રિયા સુલે NCP શરદ પવારના ફ્લોર લીડર બન્યા છે, મિયાં અલ્તાફ અહેમદ JK નેશનલ કોન્ફરન્સના ફ્લોર લીડર બન્યા છે.
તો બીજી તરફ, રાધાકૃષ્ણન CPM, ET મોહમ્મદ બશીર IUML, સુબરાયણ કે CPI, NK પ્રેમચંદ્રન RSP, વિજય કુમાર હંસદક જેએમએમ, ડૉ. ટી થોલકપ્પીયન VCK, ફ્રાન્સિસ જ્યોર્જ KECના ફ્લોર લીડર ગુરમીત સિંહ મીટ હાયર આમ આદમી પાર્ટી, સુરેન્દ્ર પ્રસાદ યાદવ, RJD, ડી. વાઈકો MDMK, રાજા રામ સિંહ CPIML, રાજકુમાર રોટ, BAP અને હનુમાન બેનીવાલને NLPના ફ્લોર લીડર બનાવવામાં આવ્યા છે.
રાહુલ ગાંધી વિપક્ષના નેતા બન્યા
ગત બુધવારે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષક રાહુલ ગાંધીને ગૃહમાં વિપક્ષના નેતા તરીકે સત્તાવાર રીતે ઘોષિત કર્યા હતા. જેમાં 9 જૂન, 2024થી રાહુલ ગાંધીનો વિરોધ પક્ષના નેતા તરીકે દરજ્જો મળ્યો હતો. આ વખતે રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશના રાયબરેલીનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ મંગળવારના રોજ લોકસભાના કાર્યકારી અધ્યક્ષ ભર્તૃહરિ મહતાબને પત્ર મોકલીને કોંગ્રેસના નિર્ણય અંગે માહિતી આપી હતી.