Crime In Vadodara : c કે ગત 26મી તારીખે હું બાઈક પર મારા સંબંધી મનોજ ભાટીને બેસાડીને કામ માટે ગયો હતો. કામ પતાવીને રાત્રે 9:30 વાગે અમે ઘર તરફ જતા હતા ત્યારે સરદાર એસ્ટેટ ચાર રસ્તા પણ રોડ ક્રોસ કરતી વખતે એક રીક્ષાથી અકસ્માત થતા બચી ગયો હતો. જેથી મેં રીક્ષા ચાલકને ધીરે ચલાવવા કહ્યું હતું જે બાદ રીક્ષા ચાલકે મને સાઇડ પર આવવા જણાવતા. હું મારી બાઈક સાઈડ પર લઈ ગયો હતો. ત્યારબાદ રીક્ષા ચાલક મોહમ્મદ સાહિલ સલીમભાઈ રીક્ષામાંથી ઉતરી મને ગાળો બોલવા લાગ્યો હતો અને બેલ્ટ વડે મને માર માર્યો હતો. ત્યારબાદ સાહિલના ઓળખીતા સોહરાબખાન રસુલખાન પઠાણ પણ ત્યાં આવી ગયો હતો અને મને માર મારવા લાગ્યો હતો. દરમિયાન લોકોના ટોળા થઈ ગઈ થઈ જતા બંને હુમલાખોરો નાસી છૂટ્યા હતા.