back to top
Homeગાંધીનગરશહેરના 11 સેક્ટરોમાં 171 સરકારી આવાસોનાં પાણી, ગટર, વીજળીના જોડાણ જ કાપી...

શહેરના 11 સેક્ટરોમાં 171 સરકારી આવાસોનાં પાણી, ગટર, વીજળીના જોડાણ જ કાપી નંખાયા


ભયજનક મકાનો ખાલી કરાવવા તંત્ર હરકતમાં

અનધિકૃત કબજો ધરાવવાના કિસ્સામાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી ઃ સેક્ટર ૭૧૨૧૩૧૬૧૭૨૦૨૧૨૨૨૩૨૮ અને ૨૯માં સપાટો બોલાવી દેવાયો

ગાંધીનગર :  વરસાદની બઘડાટી બોલે તેના પહેલા સેક્ટરોમાં સ્થિત ભયજનક
સરકારી આવાસો ખાલી કરાવવાતંત્ર હરકતમાં આવી ગયું છે. સરકારે આ સંબંધે મહાપાલિકાને
પણ જવાબદારી સોંપી હોવાથી સેક્ટર ૭
,
૧૨, ૧૩, ૧૬, ૧૭, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૮ અને ૨૯માં
પહોંચેલી ટુકડીઓેએ ૧૭૧ સરકારી આવાસના પાણી
,
ગટર અને વીજળીના જોડાણ કાપી નાંખ્યા હતાં. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ
કવાયતમાં અનધિકૃત કબ્જા હેઠળના મકાનો પણ સામેલ કરી દેવાયા હતાં.

અમદાવાદ સહિત અન્ય જિલ્લાની સરખામણીએ ગાંધીનગર શહેરમાં હજુ
ધોધમાર વરસાદ પડયો નથી. ત્યારે ભયજનક આવાસો સમયસર ખાલી કરાવવા પર સરકારે ભાર
મુક્યો છે. તેના સંબંધમાં સરકારે આદેશ આપ્યાં બાદ ગત એપ્રિલથી આ કામગીરી શરૃ કરાઇ
છે. પરંતુ વગદારોનું આ શહેર હોવાથી ચોમાસુ બેસવા પહેલા મતલબ કે તારીખ ૧૫મી જુન
પહેલા કામ પૂર્ણ કરી શકાયું નથી. હવે મેઘરાજાએ પાટનગરમાં સત્તાવાર એન્ટ્રી લીધી
છે. ત્યારે સતાવાર ભયજનક જાહેર સરકારી મકાન ખાલી કરાવવા સંબંધે સચિવાલયમાંથી
અહેવાલ માંગવાનું શરૃ કરાયું છે. નોંધવું રહેશે
, કે ઘણા કર્મચારીઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગણી
કરાઇ છે અને તાજેતરમાં સેક્ટર ૨૩માં રહેતા કર્મચારી પરિવારોએ તો પાટનગર યોજના ભવન
પર પહોંચીને હલ્લાબોલ મચાવ્યો હતો.

જોકે ઉલ્લેખનિય રહેશે કે સરકાર દ્વારા વૈકલ્પિક રહેઠાંણ આપી
ન શકાય તો પણ કર્મચારીઓએ ભયજનક આવાસ ખાલી કરવાનું જ રહેશે અને તેમ કરવામાં ન આવ્યુ
હોય તેવા સંજોગોમાં કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો સરકારની કોઇ જવાબદારી નહીં રહે
, બલ્કે આવાસ ખાલી
નહીં કરનાર કર્મચારીની જવાબદારી બનશે. તેવી સ્પષ્ટ જાહેર ચેતવણી પણ આપી દેવાયાને
પણ દિવસો વીતી ગયાં છે.

ચોમાસુ બેસી જવાના કારણે અજુગતો બનાવ બનવાની ભીતીથી તંત્ર
જાગ્યું

ગત વર્ષે ચોમાસાના વરસાદી દિવસો દરમિયાન જ સેક્ટર ૨૯માં
સરકારી આવાસમાં છજુ તૂટી પડવાના પગલે માનવ મૃત્યુનો બનાવ બન્યો હતો. સરકાર ત્યાર
બાદ આ મુદ્દે હરકતમાં આવી હતી. પરંતુ સમય પસાર થવાની સાથે ભયજનક આવાસો ખાલી કરાવવાની
પરિણામલક્ષી કામગીરી થઇ ન હતી. મેઘરાજાએ પણ સતાવાર કેલન્ડર પ્રમાણે વરસવાના બદલે
રાહ જોયા બાદ આખરે વરસવાનું શરૃ કરતાં જો મકાન બેસી પડવાનો બનાવ બને તો જનતાને
જવાબ આપવા જેવું પણ નહીં રહે તેવી ભીતીના કારણે આખરે તંત્રને મેદાને ઉતારવા
સિવાયનો વિકલ્પ સરકાર પાસે પણ રહ્યો નથી.

પાણીના જોડાણ કાપી દેવાયાં

ભયજનક આવાસો ખાલી કરાવવા માટે મહાપાલિકાની ટુકડીઓ દ્વારા
દિવસભર કવાયત કરવામાં આવી હતી. તેના અંતર્ગત સેક્ટર ૭માં ૧૮
, સેક્ટર ૧૨માં ૧, સેક્ટર ૧૩માં ૧, સેક્ટર ૧૬માં ૩, સેક્ટર ૧૭માં ૧૦, સેક્ટર ૨૦માં ૧૩, સેક્ટર ૨૧માં ૪૨, સેક્ટર ૨૨માં ૧૯, સેકટર ૨૩માં ૧૪, સેક્ટર ૨૮માં ૨૩
અને સેક્ટર ૨૯માં ૨૭ આવાસ પર પહોંચીને પાણી
,
ગટર અને વીજળીના જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments