– અન્ય બાઇક ચાલકને ઇજા થતાં દવાખાને સારવાર માટે ખસેડાયો
શહેરા – નાડા રોડ ઉપર આવેલા નાંદરવા ગામના એચ.પી. પેટ્રોલ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો,જેમાં એક બાઈક ઉપર સવાર મહેલાણ ગામના તળાવ ફળિયામાં રહેતા ૫૩ વર્ષના રમેશભાઈ સોમાભાઈ ખાંટને ગંભીર ઈજા થઈ હતી,જ્યારે બીજા બાઈક ચાલકને શરીરે નાની મોટી ઈજા થઈ હતી.જેને લઈે સ્થાનિકો દ્વારા બનાવ અંગે ૧૦૮ ને જાણ કરાતા ઘટના સ્થળે આવી પહોંચતા બંને ઈજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા શહેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા,જ્યાંથી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા સારવાર દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ રમેશભાઈ ખાંટનું મોત નીપજ્યું હતું.જેથી તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મુકાયો હતો.અકસ્માતની ઘટનાને પગલે શહેરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી ફરિયાદ નોંધી હતી.