Stock Market All Time High: ભારતીય શેરબજાર રેકોર્ડ બ્રેક તેજી સાથે સતત નવી સર્વોચ્ચ ટોચ બનાવી રહ્યું છે. લોકસભા ચૂંટણીના પરિણામો વખતે નોંધાયેલા મોટા કડાકા બાદ સેન્સેક્સ માત્ર 16 ટ્રેડિંગ સેશનમાં જ 6964.86 પોઈન્ટ ઉછળ્યો છે. જૂન મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીએ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે.
શેરબજાર છેલ્લા છ મહિનાથી તેજીમાં
ચાલુ કેલેન્ડર વર્ષ શેરબજાર માટે બુલિશ રહ્યું છે. 15 જાન્યુઆરીએ 73000થી 74000 થતાં તેને 37 દિવસ લાગ્યા હતા. બાદમાં 74000થી 75000 થવામાં 21 દિવસ, જ્યારે 76000 થવામાં 30 દિવસ થયા હતાં. જ્યારે જૂન માસામં 10 દિવસમાં 77000, 15 દિવસમાં 78000 અને 2 દિવસમાં 79000નું લેવલ ક્રોસ કર્યું હતું. નિફ્ટી પણ 24000ના લેવલ નજીક પહોંચ્યો છે. આજે 23974.70ની ઐતિહાસિક ટોચ નોંધાવી છે.
લોકસભા ચૂંટણી પરિણામોનો કડાકો એ નજીવુ કરેક્શન
લોકસભા ચૂંટણીના પરિણામો દરમિયાન 4 જૂને રોકાણકારોને મોટુ નુકસાન થયુ હતું. મૂડીમાં લગભગ 30 લાખ કરોડનું ધોવાણ થયુ હતું. પરંતુ ત્યારથી માંડી અત્યારસુધીમાં શેરબજારમાં બુલિશ ટ્રેન્ડના પગલે રોકાણકારોની મૂડી રૂ. 44.01 લાખ કરોડ વધી છે. સેન્સેક્સ પણ લગભગ 7000 પોઈન્ટ વધ્યો છે.
સેન્સેક્સ અને નિફ્ટીની આજની સ્થિતિ
સેન્સેક્સ આજે સુધારા તરફી ખૂલ્યા બાદ 10 વાગ્યા સુધીમાં 359.66 પોઈન્ટ ઉછળી 79033.91ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી 23974.70ની સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ 10.50 વાગ્યે 18.10 પોઈન્ટના ઘટાડા સાથે 23850.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 11 સ્ક્રિપ્સ ગ્રીન ઝોનમાં અને 19 રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહી હતી. બીએસઈ ખાતે 233 શેર્સ અપર સર્કિટ, 156 શેર્સ લોઅર સર્કિટ, જ્યારે 240 શેર્સ વર્ષની ટોચે અને 22 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા.
નિફ્ટી50માં સામેલ અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસીમ, ડો. રેડ્ડીઝ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલીવરના શેર્સ 4 ટકા સુધી ઉછાળા સાથે ટોપ ગેનર્સમાં સામેલ છે. મારૂતિ સુઝુકી 1.22 ટકા, શ્રીરામ ફાઈનાન્સ 0.97 ટકા, કોલ ઈન્ડિયા 0.96 ટકા, લાર્સન ટ્રુબો 0.94 ટકા અને એચસીએલ ટેક 0.88 ટકા તૂટ્યા છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.