Poulimi Das: તાજેતરમાં એક રિયાલિટી શૉમાં હાઈ વોલ્ટેજ ડ્રામાને કારણે અભિનેત્રી અને મોડલ પૌલોમી ચર્ચામાં જોવા મળી રહી છે. જેમાં અભિનેત્રીએ પોતાના જીવન સાથે જોડાયેલા એક રહસ્યને જાહેર કર્યું હતું. તેની સાથે જ તેણે પોતાના લાઇફનો મંત્ર પણ કહ્યો હતો. ટીવીની પ્રખ્યાત અભિનેત્રી પૌલોમીએ પોતાના સંઘર્ષ વિશે વાત કરી હતી.
રિયાલિટી શૉમાં આવવા માટે તૈયાર ન હતી
તાજેતરમાં એક ઇન્ટવ્યૂમાં પૌલોમીએ કહ્યું હતું કે, હું થોડા મહિના પહેલા આ રિયાલિટી શૉમાં આવવા માટે તૈયાર ન હતી. કારણ કે આ ખૂબ મુશ્કેલ શૉ છે. એવું નથી કે કે અમુક કાર્યો કરવાથી તમે સુરક્ષિત રહેશો. આ શૉ માટે તમારે માનસિક રીતે મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે.’ અભિનેત્રી પૌલોમીએ પોતાનો જીવનમંત્ર જણાવતા કહ્યું, ‘હું જેવી છું તેવી જ રહીશ. હું આ જર્નીમાં મારી જાતને ગુમાવવા માંગતી નથી.’
અભિનેત્રી શૉમાં આવતા પડકારો વિષે શું કહે છે?
શૉમાં મેન્ટલ બ્રેકડાઉનની સંભાળ લેવા બાબતે પૌલોમીએ કહ્યું કે, ‘ જો મને રડવાની જરૂર પડશે તો હું તે સમયે હું મોટેથી રડીશ, કારણ કે તે પછી હૃદય શાંત થઈ જાય છે. જો તમે તમારી લાગણીઓને બહાર કાઢો છો, તો તમારા હૃદયની અંદર વસ્તુઓ ઉકેલાઈ જશે. હું શૉમાં ઘણા લોકોનું અવલોકન કરીશ અને ક્યારેય જરૂર પડશે તો હું તેમની પાસેથી શીખીશ, પરંતુ ત્યારે પણ માટે તેમાં પૌલોમીનો ટચ તો ઉમેરવો જ પડશે.’