back to top
Homeગાંધીનગરશ્રી સરકાર થયેલી જમીન પરત અપાવવાના બહાને 28 લાખ રૃપિયાની છેતરપિંડી

શ્રી સરકાર થયેલી જમીન પરત અપાવવાના બહાને 28 લાખ રૃપિયાની છેતરપિંડી


સચિવાલયમાં ઉપર સુધી ઓળખાણ હોવાનું કહીને

સેક્ટર-૫માં રહેતા પિતા પુત્ર સહિત ત્રણ સામે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો

ગાંધીનગર :  અમદાવાદના વેજલપુર ખાતે આવેલી અને શ્રી સરકાર થયેલી જમીન
પરત અપાવવાના બહાને ગાંધીનગરના સેક્ટર ૫માં રહેતા પિતા પુત્ર અને તેમના સાગરીતે
મળીને સચિવાલય સુધી ઓળખાણ હોવાનું કહી ૨૮ લાખ રૃપિયા મેળવી લઈને છેતરપિંડી આચરી
હતી. જે સંદર્ભે સેક્ટર ૭ પોલીસ દ્વારા ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો
દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

સચિવાલયમાં મોટી ઓળખાણ હોવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરતા
ગઠીયા સક્રિય છે ત્યારે આ વખતે આજ પ્રકારે સેક્ટર ૫માં રહેતા પિતા પુત્ર દ્વારા લાખોની
છેતરપિંડી કરવામાં આવી છે. જે સંદર્ભ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદ
ધરણીધર દેરાસર પાછળ વૃંદાવન વિહાર ફલેટમાં રહેતાં મૂળ લીંબોદરા ગામના વતની અને ટાઇલ્સ
તેમજ જમીન લે વેચનો ધંધો કરતા અભિજીતસિંહ પ્રવિણસિંહ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે
,મોજે વેજલપુર સર્વે
નંબર ૮૯ કુલ ૨૧ હજાર ચો.મી વાળી જમીન મૂળ માલિકો પાસેથી ૧૦ હજાર ૫૦૦ ચો.મી જમીન અંબિકા
સોસાયટીનાં ડેવલોપરે વેચાણ રાખેલી હતી. જે પુરેપુરી જમીન ઉપર અંબીકા સોસાયટીનુ બાંધકામ
થયેલું અને બાકીની જમીન જમીન રમેશભાઈ જીવાભાઈ દેસાઈએ વેચાણ રાખી હતી. આ જમીનની કુલ
૩૦ ટકા જમીન કપાતમાં ગઈ હતી.આ શ્રી સરકાર થયેલી કપાતની જમીન પરત મેળવવા માટે મિત્રતાનાં
નાતે રમેશ દેસાઈએ વર્ષ – ૨૦૨૦માં અભિજીતસિંહને વાત કરી હતી. આથી અભિજિતસિંહ જમીનની
ફાઇલ લઈને એ દિશામાં કાર્યવાહી કરી રહ્યા હતા. દરમ્યાન તેમની મુલાકાત રમેશભાઈ નાનજીભાઈ
સોલંકી રહે. પ્લોટ નં ૧૮૨/૨
,
સેક્ટર ૧૪ સાથે થઈ હતી. ત્યારે રમેશ સોલંકી સચિવાલયમાં ઓળખાણ હોવાની વાત કરી જમીન
બાબતે સચિવાલયમાં નોકરી કરતા તેના મિત્ર સેક્ટર ૫- બી પ્લોટ નંબર ૫૬૩-૧ ખાતે રહેતા
પુંજાભાઈ ગણેશભાઈ સોલંકી કામ કરી આપશે તેવો વિશ્વાસ આપ્યો હતો.બાદમાં અભિજિતસિંહને
સચિવાલય ગેટ નંબર – ૧ આગળ રમેશભાઈ અને પુંજાભાઈએ મળવા બોલાવી શ્રી સરકાર થયેલી જમીનની
વાત કરી બે દિવસ પછી ટોકન પેટે રૃ. ૧ લાખ લીધા હતા અને વધારાની કપાતની જમીન પેટે ૩૦
ટકા જમીનનો નવો ફાઇનલ પ્લોટ વેજલપુરમાં જ ફાળવી આપીશું તેમ કહી તબક્કાવાર ૨૮ લાખ રૃપિયા
જેટલી રકમ પડાવી લીધી હતી અને અમદાવાદ કલેક્ટર કચેરીમાં કાચી નોંધ પડી હોવાનું કહી
બોગસ ડોક્યુમેન્ટ મોકલી આપ્યો હતો. આખરે આ મામલે સેક્ટર ૭ પોલીસ દ્વારા પુંજાભાઈ સોલંકી
તેમના પુત્ર રાજેશ સોલંકી અને રમેશ નાનજીભાઈ સોલંકી સામે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો
હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments