ન્યૂયોર્ક,૨૭ જૂન,૨૦૨૪, ગુરુવાર
ધુ્મપાન નુકસાનકારક છે એ સૌ જાણે છે પરંતુ ઓસ્ટ્રેલિયામાં એક કિસ્સો એવો બન્યો છે જેને સૌને વિચારતા કરી દીધા છે. ૫૨ વર્ષનો એક વ્યકિત લાંબા સમયથી સિગારેટનું વ્યસન ધરાવતો હતો. આ વ્યસનના લીધે જ તેના ગળાની અંદર લાંબા વાળ ઉગી નિકળે છે.
અમેરિકન જર્નલ ઓફ કેસ રિપોર્ટસના જણાન્યા અનુસાર બ્રોકોસ્કોપની તપાસ દરમિયાન તબીબોના ધ્યાનમાં આવ્યું હતું કે શખ્સના ગળામાં નાના કાળ ઉગેલા હતા અને ગળમાં સોજો પણ હતો. આ જોઇને તબીબો દંગ રહી ગયા હતા. અગાઉ કયારેય આ પ્રકારનો કેસ જોયો ન હતો. ગળામાં ઉગેલા ૨ ઇંચ લાંબા વાળની સંખ્યા ૮ થી ૯ જેટલી હતી.
ગળામાંથી વાળ દૂર કરવા માટે તેને વર્ષો સુધી સારવાર લેવી પડી હતી.ત્યાર પછી પણ વાળ ઉગવાનું ચાલું રહયું હતું. આ અત્યંત રેર ગણાતી સમસ્યાને એન્ડોટ્રેકિયલ હેયર ગ્રોથ નામ આપવામાં આવ્યું છે. આ સમસ્યા થવાનું કારણ અત્યંત ધુ્રમપાન જવાબદાર ગણવામાં આવી છે.