– ઓર્થો.
તથા સર્જરી અને ટી.બીના ડોકટરો દર્દી દાખલ કરવા ના પાડ્યા બાદમાં દર્દીને સર્જરીના
વોર્ડમાં દાખલ કરાવામાં આવ્યું
સુરત,:
ઉમરવાડા
ખાતે રહેતી કન્સર બિમારી પીડાતી યુવતીને તકલીફ થતા આજે ગુરુવારે બપોરે સારવાર માટે નવી સિવિલમાં ઇમરજન્સી વિભાગમાં લાવ્યા
હતા. જોકે આ દર્દીને દાખલ કરવા માટે ઓર્થો.
તથા સર્જરી અને ટી.બી વિભાગના ડોકટરો વચ્ચે ખો ખોની ગેમ રમતા હોય તે પ્રમાણે આ દર્દી
અમારા નહી આવે, તેમ કહીને દાખલ કરવા ના પાડી હતી. બાદમાં દર્દીને સર્જરીના વોર્ડમાં દાખલ કરાવામાં
આવ્યું હતું.
નવી
સિવિલથી મળેલી વિગત મુજબ ઉમરાડા ખાતે રહેતી ૨૦ વર્ષીય યુવતી હાર્ડકાના કેન્સર
બિમારી પીડાતી હોવાથી કિમોથેરાપી ચાલી રહી છે. જોકે આજે બપોરે ૧ વાગ્યે તેને શ્વાસ
લેવામાં તકલીફ હોવાથી સારવાર માટે સિવિલમાં કિડની બિલ્ડિંગમાં ઇમરજન્સી વિભાગમાં
લાવ્યા હતા. ત્યાં સી.એમ.ઓએ દર્દીને ચેકઅપ કરીને ઓર્થો. તથા સર્જરી અને ટી.બીના
વિભાગમાં રિફર કરી હતી. ધણા સમય સુધી આ ત્રણ વિભાગમાંથી એક પણ વિભાગમાં દર્દીને
દાખલ કર્યો નહી હોવાથી સી.એમ.ઓ આ દર્દીને દાખલ કરવા માટે કેસ પેપર માંગ્યા હતા. પણ
ડોકટરે કેસ પેપર આપ્યો નહી,
જયારે ઓર્થો.ના ડોકટરે કહ્યુ કે, જો તેમે દાખલ
કરશો, તો તરત રજા આપી દેવામાં આવશે. જયારે ટીબી વિભાગના
ડોકટરે કહ્યુ કે, આ દર્દી કેન્સર બિમારી પીડાઇ છે. જેથી આ
દર્દીને ટેપીંગ કરવાનું એટલે કે, નળી નાખવાની પડતી હોવાથી
સર્જરીમાં દાખલ કરવુ જોઇએ, જોકે સર્જરીના ડોકટરો જણાવ્યુ કે
અમારા નહી આવે. બાદમાં સી.એમ.ઓએ આ અંગે સિવિલના આર.એમ.ઓ અને સર્જરી વિભાગના વડાને
ફોન કરીને જાણ કરી હતી. જેથી વડાએ કહ્યુ કે, તેમને જે
વિભાગમાં યોગ્ય લાગે, તે વિભાગમાં દર્દીને દાખલ કરી દેવો.
બાદમાં આ દર્દીનો સર્જરી વિભાગમાં દાખલ કરવા આવ્યું હોવાનું સુત્રો કહ્યુ હતું.
નોધનીય છે કે, સિવિલમાં આ ત્રણ વિભાગના ડોકટરો વચ્ચો ખો ખોની
ગેમ રમતા હોય, તે પ્રમાણે આ દર્દી અમારા વોર્ડમાં દાખલ નહી
કરવાનું કહેતા હતા. જેથી દર્દી દાખલ કરવામાં સમય લાગ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું
હતું.
– સિવિલમાં કમ્બાઇન્ડ કેર વોર્ડ બનાવામાં આવે તો આ પ્રકારના દર્દીઓને
તકલીફ નહી પડે
નવી સિવિલમાં ઇમરર્જન્સી વિભાગમાં સારવાર માટે આવતા ધણા
દર્દીઓ એવા છે કે તેમને એક કરતા વધારે વિભાગમાં સારવાર જરૃરી પડે છે. જેથી તે
દર્દી વિવિધ વિભાગમાં રીફર કરવામાં આવે છે. તેવા સમયે વિવિધ વિભાગમાં ડોકટર વચ્ચે
દર્દીને દાખલ કરવા માટે રકઝક થતી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. સંજોગોમાં આ પ્રકારના
દર્દીઓ માટે સિવિલમાં કમ્બાઇન્ડ કેર વોર્ડ બનાવવો જોઇએ, જેથી આ પ્રકારના
દર્દીઓને તે વોર્ડમાં તરત દાખલ કરી સકાઇ અને દર્દીને જે તે વિભાગના ડોકટરો
વોર્ડમાં સારવાર માટે જઇ શકે. જેથી દર્દીઓને તકલીફ નહી પડે, એવી
માંગ ડોકટરો ઉઠી હોવાનું સુત્રો જણાવ્યું હતું.