– એક જ
દર્દીનું બે વખત એમએસસી થયું
– માનદરવાજા
નજીક રહેતા વૃદ્ધ દર્દીને ચાલવામાં તકલીફ હતી તો સિવિલના કેમ્પસમાં કેવી રીતે
પહોંચ્યો ? તે પ્રશ્ન
સુરત,:
નવી
સિવિલમાં ટીબી એન્ડ ચેસ્ટ વિભાગનો વધુ એક વખત વિવાદ સામે આવ્યો છે કે, સિવિલના ટીબીના
વોર્ડમાં માનદરવાજા ખાતે રહેતા વૃદ્ધા દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં ગઈકાલે આ
દર્દી સિવિલના રેડિયોલોજી વિભાગ પાસે રઝળતી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી
હતી. એટલું જ નહીં પણ આ દર્દીને બે વખત મેડિકલ લીગલ કેસ એટલે કે એમ.એલ.સી કરવામાં
આવતા વધુ એક વિવાદ સર્જાયો હતો.
નવી
સિવિલથી મળેલી વિગત મુજબ માન દરવાજા ખાતે રહેતા ૭૦ વર્ષીય સુનિતાબેન ભાઈદાસ ગત તા.
૨૪મીએ સવારે શરીરમાં કમજોરી અને દુઃખાવો થતો હતો. જેથી તેને સારવાર માટે સિવિલમાં
કિડની બિલ્ડિંગમાં ઇમરજન્સી વિભાગમાં લાવ્યા હતા. ત્યાં સી.એમ.ઓએ દર્દીને ચેકઅપ
કરીને મેડિસિન વિભાગમાં રિફર કર્યા હતા. જોકે તે ડોક્ટરે તેમના વિવિધ એક્સરે
સહિતના જરૃરી ટેસ્ટ કરાવ્યા હતા. બાદમાં તે ડોક્ટરે આ દર્દીને ટીબી વિભાગમાં રિફર
કર્યા હતા. જેથી તે દર્દીને ટીબીના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ
બુધવારે સવારે આ દર્દી સિવિલ ખાતે રેડિયોલોજી વિભાગની નજીક ટીબી વિભાગની ઓપીડી
નજીકના રોડ પર રઝળતી હાલતમાં મળી આવ્યા હતા. જોકે ત્યાંથી પસાર થતા વ્યક્તિની નજર
પડતા આ દર્દીને સારવાર માટે સિવિલના ઇમર્જન્સી વિભાગમાં લઈ ગયા હતા. તે સમયે ત્યાં
ફરજ પર હાજર ડોક્ટર આ દર્દીને જોઈને ચોકી ગયા હતા કે, આ દર્દીને ગત તા.
૨૪મીએ ચેકઅપ કર્યું હતું તે દર્દી ફરી કેમ આવ્યું, જેથી તે
ડોક્ટરે નર્સને આ દર્દી અંગેની તપાસ કરાવાતા ખબર પડી કે, આ
દર્દીને ટીબીના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું હતું. જોકે દર્દી સાથે કોઈ ન હોવાથી
તે વિભાગના ડોક્ટરે એમ.એલ.સી કરાવ્યુ હતું.
જોકે
બુધવારેે ડોક્ટરે આ દર્દીને સારવાર માટે ટીબી વોર્ડમાં મોકલ્યું હતું. ત્યારે તે
વોર્ડના ડોક્ટરે કહ્યું કે,
આ દર્દી ડોક્ટરની સલાહ વિરુદ્ધ વોર્ડમાંથી ભાગી ગયું હતું. જેથી
બુધવારે ફરીથી દર્દી વોર્ડમાં દાખલ કર્યુ હતું, તે દર્દીના
ફરી નવો કેસ પેપર અને બીજી વખત એમ.એલ.સી કરવા કહ્યું હતુ.ં જોકે સી.એમ.ઓ તે
ડોક્ટરને કહ્યું કે, અગાઉ આ દર્દીનું એમ.એલ.સી થઈ ગયું હતું.
તો ફરી આ દર્દીનું બીજી વખત એમ.એલ.સી કેવી રીતે થઈ શકે, જોકે
ટીબી વિભાગના સિનિયર ડોક્ટરે દબાણ લાવીને તે દર્દીનું ફરીથી નવો કેસ પેપર કાઢી
બીજી વખત એમ.એલ.સી કરાવ્યું હતું. જોકે એક દર્દીને બે વખત
એમએસસી કરવાનું શરૃ થતા સિવિલ ખાતે નવો વિવાદ સર્જાયો છે. બીજી તરફ એવુ ચર્ચાઇ
રહ્યુ છે કે, આ દર્દી બરાબર ચાલી સકતા ન હતા. તો આ દર્દી
વોર્ડમાંથી કંઇ રીતે સિવિલના રોડના પહોચ્યુ હશે? તે અંગે
અનેક પ્રકારની શંકા કુંશકાઓ સેવાઇ રહી છે. જોકે સિવિલ ખાતે સી સી ટીવી કેમેરા ચેક
કરવામાં આવે તો. ખબર પડે કે દર્દી વોર્ડમાંથી જાતે ગયુ કે કોની સાથે બહાર આવ્યુ
હશે ? તે અંગે હકીકત જાણવા મળશે. એવુ સુત્રો કહ્યુ હતું.