– આ જ કારમાં બેસી રિસેપ્શનમાં આવી હતી
– પ્રેમ જ વિશ્વ ધર્મ છે તેવી શુભેચ્છાને સોનાક્ષીએ અનુમોદન આપ્યું
મુંબઇ : સોનાક્ષી સિંહાને પતિ ઇકબાલ ઝહીરે લગ્નની ભેટ તરીકે રૂપિયા ૨ કરોડની બીએમડબલ્યુ આઇ ૭ ભેટ આપી છે. સોનાક્ષી લગ્ન પછી પોતાના વેડિંગ રિસેપ્શનમાં આ જ ઇલેક્ટ્રીક કારમાં બેસીને ગઇ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
બીએમડબલ્યુ આઇ ૭ એ પ્રીમિયમ ઇલેક્ટ્રીક સેડાન છે. તેની કિંમત બેથી અઢી કરોડ આસપાસ ગણાય છે.
દરમિયાન, સોનાક્ષીએ તેનાં લગ્ન બાબતે ટ્રોલિંગ કરનારાઓને આડકતરી રીતે જવાબ પણ આપ્યો હતો. એક ઈલુસ્ટ્રેટરે સોનાક્ષી તથા ઝહિરનું ઈલેસ્ટ્રેશન બનાવીને મૂક્યું હતું અને તેને લગ્ન એ જ વિશ્વ ધર્મ છે એવું કેપ્શન આપ્યું હતું. સોનાક્ષીએ તેના પર કોમેન્ટ કરતાં કહ્યું હતું કે આ સૌથી સાચી વાત છે.
અગાઉ શત્રુધ્ન સિંહા તથા હુમા કુરેશી પણ સોનાક્ષીને વખોડનારા લોકોની ટીકા કરી ચૂક્યા છે.