Image: Facebook
Sonakshi Sinha and Zaheer Iqbal Wedding Reception: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન થઈ ગયાં છે. બંને હવે પતિ-પત્ની બની ગયાં છે. બંનેના લગ્નથી લઈને રિસેપ્શન સુધીની ઘણી તસવીરો અને વિડિયો વાયરલ થઈ રહ્યાં છે. આ લગ્નનો ભાગ ટ્રાન્સજેન્ડર એક્ટર સુશાંત દિવગીકર ઉર્ફે રાની કોહીનૂર પણ રહ્યાં. આ વેડિંગ રિસેપ્શન દરમિયાન કંઈક એવું થયું, જેને લઈને રાની કોહીનૂર દંગ રહી ગઈ. તેણે જણાવ્યું કે આ વેડિંગ રિસેપ્શનમાં બબાલ થઈ ગઈ હતી.
ટ્રાન્સજેન્ડર એક્ટર સુશાંત દિવગીકર ઉર્ફે રાની કોહીનૂરે તાજેતરમાં જ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપી હતી. આ લગ્ન દરમિયાન તેણે જે જોયું તેને પોતાની પોસ્ટ દ્વારા શેર કર્યું.
એક્ટરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી. તેણે આ પોસ્ટમાં જણાવ્યું કે આ વેડિંગ રિસેપ્શનમાં બબાલ થઈ ગઈ હતી. એક્ટ્રેસે પોસ્ટમાં લખ્યું,- તાજેતરમાં જ મે ઘણા લોકોને એક સેલિબ્રિટી વેડિંગમાં લોકોને ગેટક્રેશ કરતાં જોયા. મને વિશ્વાસ થતો નથી કે કેવી રીતે લોકો સંપૂર્ણપણે ડ્રેસઅપ થઈને બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયત્ન કરે છે. તેઓ એવી રીતે વર્તન કરે છે કે તેમને ઈનવાઈટ કરવામાં આવ્યા છે.
તેણે આગળ લખ્યું, કઈ મજા માટે? બસ, એટલા માટે કે તમે ઘૂસીને અમુક રીલ્સ બનાવી શકો? વિશ્વાસ થઈ રહ્યો નથી કે લોકો આટલા ફાલતુ હોઈ શકે છે. પોસ્ટની સાથે કેપ્શન આપ્યું છે, આટલો કોન્ફિડન્સ ક્યાંથી લાવે છે રે બાબા?
આ પોસ્ટ પર સોનાક્ષીએ સ્માઈલની ઈમોજી બનાવી છે. સોનાક્ષીની આ કોમેન્ટથી લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે આ સોનાક્ષીના લગ્નમાં થયું જ હશે. જોકે આ પોસ્ટ પર લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે. એકે લખ્યું,- સોનાના લગ્નમાં પાણીપુરી સારી નહોતી. એક અન્યએ લખ્યું, જો હું કોઈ લગ્નમાં ઘૂસ્યો તો જાનમાં ડાન્સ અને ખાવા માટે ઘૂસીશ.