back to top
Homeબિઝનેસસોનું તૂટી રૂ..74,000ની અંદર : ચાંદી પણ ગબડી: પ્લેટીનમ વધી...

સોનું તૂટી રૂ..74,000ની અંદર : ચાંદી પણ ગબડી: પ્લેટીનમ વધી 1000 ડોલર પાર

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધતા અટકી ફરી ગબડયા હતા સામે ચાંદીના ભાવમાં ઘટાડો વેગથી આગળ વધ્યો હતો. વિશ્વ બજારના સમાચાર ભાવમાં ઝડપી પીછેહટ બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ગબડતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં ઝવેરી બજારોમાં આજે વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા.

 દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૨૩૨૫થી ૨૩૨૬ વાળા નીચામાં ૨૩૦૪થી ૨૩૦૫ થઈ ૨૩૧૬થી ૨૩૧૭ ડોલર રહ્યા હતા.  અમેરિકામાં વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા ઘટતાં વિશ્વ બજારમાં આજે ડોલરના ભાવ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં આજે ફંડોનું સેલીંગ વધ્યાના નિર્દેશો મળ્યા હતા.

ઘરઆંગણે આજે અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ..૬૫૦ તૂટી ૯૯.૫૦ના રૂ..૭૩૪૫૦ તથા ૯૯.૯૦ના રૂ..૭૩૬૫૦ બોલાયા હતા.  અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ..૭૫૦ તૂટી રૂ..૯૦૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૨૯.૬૦થી ૨૯.૬૧ વાળા આજે નીચામાં ૨૮.૭૧ થઈ ૨૮.૯૫થી ૨૮.૯૬ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૧ ટકા જો કે પ્લસમાં રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ પણ ઔંશના ૯૯૧ વાળા વધી ૧૦૦૫ થઈ ૧૦૦૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પલેડીયમના ભાવ જો કે ૯૭૧ વાળા ઘટી ૯૩૮ થઈ ૯૫૦થી ૯૫૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાંબેતરફી વધઘટ દેખાઈ હતી.

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૫.૬૧ વાળા આજે નીચામાં ૮૪.૮૧ તથા ઉંચામાં ૮૫.૭૬ થઈ ૮૫.૩૭ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ..૭૧૪૫૨ વાળા તૂટી રૂ..૮૦૯૮૨ રહ્યા હતા. 

જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ..૭૧૭૩૯ વાળા રૂ..૭૧૨૬૭ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ..૮૮૫૧૫ વાળા તૂટી રૂ..૮૫૬૭૦ થઈ રૂ..૮૬૯૪૪ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments