back to top
Homeસુરતહથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઇ ડેમમાં 6500 ક્યુસેક નવા નીર...

હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઇ ડેમમાં 6500 ક્યુસેક નવા નીર આવ્યા

– હથનુરમાંથી બે હજાર,
પ્રકાશા ડેમમાંથી 3500 ક્યુસેક પાણી છોડાયું : કેચમેન્ટના બાવન રેઇનગેજ સ્ટેશનમાં મોસમનો કુલ વરસાદ 3.96 ઇંચ

– ઉકાઇ ડેમની સપાટી
305.40 ફુટ
હતી તે ગુરુવારે સાંજે વધીને
305.42 ફુટ થઇ

        સુરત

ઉકાઇ
ડેમના કેચમેન્ટના ૫૨ રેઇનગેજ સ્ટેશનમાં સતત વરસાદ વરસતા ચોમાસાની સિઝનમાં સરેરાશ ૩.૯૬
ઇંચ વરસાદની સાથે જ હથનુર ડેમમાંથી ૨ હજાર કયુસેક પાણી છોડાતા આજે સવાર દસના ટકોરે
ઉકાઇ ડેમની સપાટી ૩૦૫.૪૦ ફુટ હતી ત્યારે ૬૫૦૦ કયુસેક ઇનફલોથી નવા નીર આવતા ડેમના સતાધીશો
સાવધાન સ્થિતિમાં આવી ગયા હતા.

ચોમાસાની
સિઝનના ચાર મહિના જેના પર શહેરીજનોની સતત નજર મંડરાયેલી રહે છે. તે ઉકાઇ ડેમમાં
આજે પાણીની આવક આવવાની શરૃઆત થઇ છે. આ ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં સૌથી વધુ
વરસાદ દુસખેડામાં ૧૪.૧૬ ઇંચ
,
દહીગાવમાં ૧૦.૦૫ ઇંચ, ઘુલીયામાં ૧૦ ઇંચ,
બેમ્બુ્રલ માં આઠ ઇંચ, ચીખલધરામાં ૯.૫ ઇંચ
સહિત ઉકાઇ થી લઇને ટેસ્કા સુધીના ૫૨ રેઇનગેજ સ્ટેશનમાં ૫૧૫૦ મિ.મિ અને સરેરાશ ૩.૯૬
ઇંચ વરસાદ ખાબકયો છે. આ વરસાદ ઝીંકાતા જ હથનુર ડેમમાં પાણી આવતા દરવાજા ખોલીને ૨
હજાર કયુસેક પાણી છોડાયુ હતુ. ત્યાંથી લઇને ઉકાઇ ડેમ પછીના પ્રથમ પ્રકાશા ડેમમાંથી
૩૫૦૦ કયુસેક પાણી છોડાયુ હતુ.

આમ
બન્ને ડેમમાંથી પાણી છોડાતા આજે સવારે દસના ટકોરે ઉકાઇ ડેમમાં નવા નીરની એન્ટ્રી
થઇ હતી. દસ વાગ્યે ૬૫૦૦ કયુસેક ઇનફલો આવતા સપાટી ૩૦૫.૪૦ ફુટ નોંધાઇ હતી. ત્યારબાદ
આખા દિવસ દરમ્યાન સતત ધીમીધારે પાણીની આવક ચાલુ રહેતા સાંજે સાત વાગ્યે ઉકાઇ ડેમની
સપાટીમાં સામાન્ય વધારો થઇને ૩૦૫.૪૨ ફુટ થઇ હતી. અને ૮૦૦ કયુસેક ઇનફલો-આઉટફલો
નોંધાયા હતા. પાણીની આવકના કારણે ઉકાઇ ડેમના સતાધીશો પણ એલર્ટ મોડમાં આવી ગયા છે.

ઉકાઇ ડેમમા
ગત વર્ષ કરતા આ વર્ષે બે દિવસ વહેલુ પાણી આવ્યુ

ઉકાઇ ડેમમાં ગત ૨૯.૬.૨૩ ના રોજ નવા પાણીની આવક આવી હતી. તે
વખતે ઉકાઇ ડેમની સપાટી ૩૦૮.૨૮ ફુટ નોંધાઇ હતી. આ વખતે ઉકાઇ ડેમમાં બે દિવસ વહેલુ ૨૭
મી જુને પાણીની આવક શરૃ થઇ છે. અને સપાટી ગત વર્ષ કરતા ત્રણ ફુટ ઓછી નોંધાઇ છે. અને
આગામી ૧ જુલાઇથી ઉકાઇ ડેમનું ૩૨૧ ફુટથી રૃલલેવલ શરૃ થશે.

ઉકાઇ ડેમમાં
પાણીની સ્થિતિ

ઉકાઇ ડેમની ગ્રોસ કેપેસીટી  ૭૪૧૪.૨૯ (મિલીયન કયુબીક મીટર)

લાઇવ સ્ટોરેજ        ૬૭૨૯.૯૦ (મિલીયન કયુબીક મીટર)

ડેથ સ્ટોરેજ           ૬૮૪.૩૯ (મિલીયન કયુબીક મીટર)

કુલ દરવાજા         ૨૨

ઉકાઇ ડેમની ભયજનક સપાટી       ૩૪૫ ફુટ

ઉકાઇ ડેમની આજની સપાટી ૩૦૫.૪૨ ફુટ

 

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં સિઝનનો અત્યાર સુધીનો
કુલ વરસાદ

રેઇનગેજ સ્ટેશન      વરસાદ ( ઇંચ)

દુસખેડા       ૧૪.૧૬

દહીગાંવ      ૧૦.૦૫

ધુલીયા       ૧૦.૦૦

 ચીખલધરા  ૯.૦૫

 બેમ્બુ્રલ     ૮.૦૦

દમખેડા       ૭.૭૫

તલાસવાડા   ૬.૫૦

બુરહાનપુર   ૫.૫૦

કરણખેડ      ૫.૦૦

યરલી        ૫.૦૦

લુહારા        ૪.૦૦

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments