back to top
Homeભારતહવે એક વ્યકિત પોતાના નામે ૯થી વધારે સિમ ખરીદી શકશે નહીં

હવે એક વ્યકિત પોતાના નામે ૯થી વધારે સિમ ખરીદી શકશે નહીં

નવી દિલ્હી,
તા. ૨૭

નવો ટેલિકોમ કાયદા,
૨૦૨૩ે અમલમાં આવી ગયો છે. આ કાયદાના નવા નિયમો ૨૬ જૂનથી અમલમાં આવી ગયા છે.
નવા ટેલિકોમ કાયદામાં ટેકનોલોજી એડવાન્સમેન્ટ પર ખૂબ જ વધારે ભાર મૂકવામાં આવ્યો
છે.

આ ઉપરાંત સિમ કાર્ડ અંગે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
કોઇ પણ વ્યકિત પોતાના નામે ફક્ત ૯ જ સિમકાર્ડ રજિસ્ટર કરાવી શકે છે. જો કે
જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પૂર્વના રાજ્યો માટે આ સંખ્યા ૬ રાખવામાં આવી છે.

જેમાં અગાઉના કાયદાના અનેક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો
છે. નવા નિયમોમાં સરકાર પાસે અગાઉ કરતા વધારે શક્તિ છે. જેમાં ઇમરજન્સીના સમયે
સરકાર કોઇ પણ ટેલિકોમ્યુનિકેશન સર્વિસ અથવા નેટવર્ક પર અંકુશ મૂકી શકી છે.

ગેઝેટ અનુસાર સરકાર કોઇ પણ ટેલિકોમ સર્વિસનું કન્ટ્રોલ સુરક્ષા
કારણો
, જનતાના
આદેશ અથવા અપરાધોને રોકતી વખતે પોતાના હાથમાં લઇ શકે છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારની મંજૂરી પ્રાપ્ત પત્રકારોને
મોકલવામાં આવતા મેસેજને આવી પરિસ્થિતિમાં સર્વેલન્સથી બહાર રાખવામાં આવ્યા છે. જો
કે કોઇ રિપોર્ટને કારણે દેશની સુરક્ષામાં ખતરો ઉભો થાય છે તો તે પત્રકારના કોલ અને
મેસેજનું મોનિટરિંગ કરી સકાય છે.

ડીઓટીના નિયમો અનુસાર એક આઇડી અથવા આધાર કાર્ડ પર ફક્ત ૯
સિમ કાર્ડ જ લઇ શકાશે.નક્કી કરેલ સંખ્યાથી વધુ સિમ રાખવા પર દંડ ફટકારવામાં આવશે.
પ્રથમ વખતમાં દંડની રકમ ૫૦
,૦૦૦
રૃપિયા હશે. જ્યારે બીજી વખતમાં બે લાખ રૃપિયા હશે. અયોગ્ય રીતે સીમ કાર્ડ લેવા પર
૫૦ લાખ રૃપિયાનો દંડ અને ૩ વર્ષની સજા ફટકારવામાં આવશે.

ગ્રાહકની મંજૂરી વગર ટેલિકોમ ઓપરેટર  ગ્રાહકને કોમર્શિયલ મેસેજ મોકલી શકશે નહીં. જો
આમ કરશે તો તેને દંડ ફટકારવામાં આવશે. કંપનીને બે લાખ રૃપિયાનો દંડ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments