T20 World Cup 2024, IND vs ENG Match : ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશવાના ઈરાદા સાથે આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગયાનામાં થોડીવારમાં મુકાબલો શરૂ થવાનો છે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાએ વરસાદમાં ધોવાઈ ગયેલી મેચને બાદ કરતાં તમામ મુકાબલા ભારે આત્મવિશ્વાસ સાથે જીતી બતાવ્યા છે. હવે ભારતને 10 વર્ષ બાદ ફરી ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશવાની આશા છે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમને ગત ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલના પુનરાવર્તનની આશા છે, જેમાં તેઓએ ભારતને 10 વિકેટથી હરાવ્યું હતુ. જોકે હાલ બંને ટીમોના ખેલાડીઓનું ફોર્મ જોતા ભારત જ ફાઈનલમાં પ્રેશવા માટે પ્રબળ દાવેદાર મનાય છે.
ગયાનામાં ભારે વરસાદ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ સેમીફાઈનલ મેચ પર પણ વરસાદનો ખતરો છે. ગયાના એક દિવસ પહેલા પણ વરસાદ પડ્યો હતો અને બીજી સેમિફાઇનલમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. હાલ ગયાનામાં વરસાદ સંતાકૂકડી રમી રહ્યો છે. ગયાનામાં સવારે પણ ભારે વરસાદ થયો હતો અને હવે ફરી વરસાદ શરૂ થયો છે.
Raining now in Georgetown Guyana, looks like a passing shower though pic.twitter.com/ahD1wIdDYY
— Vikrant Gupta (@vikrantgupta73) June 27, 2024
ભારતના બેટ્સમેનોનો આત્મવિશ્વાસ આસમાને
ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ભારે આત્મવિશ્વાસ સાથે પ્રભાવ પાડ્યો છે. કેપ્ટન રોહિત શર્મા તેમજવન ડાઉન તરીકે ઉતરતા પંતે સ્કોર બોર્ડને ઝડપથી ફરતું રાખ્યું છે. કોહલીને બાદ કરતાં ટીમના બેટ્સમેનોનો દેખાવ પ્રભાવશાળી રહ્યો છે. સૂર્યકુમાર અને હાર્દિક પંડ્યા આક્રમક અડધી સદીઓ ફટકારી ચૂક્યા છે. દુબે તેમજ અક્ષર પણ ટીમ માટે ઉપયોગી બેટિંગ કરી ચૂક્યા છે, જેના કારણે ભારતીય બેટિંગ ઈંગ્લેન્ડના બોલરો પર હાવી રહે તેવો અંદાજ છે. ટીમ ઈન્ડિયાના બોલરોનું જોરદાર ફોર્મ અર્ષદીપ, બુમરાહ અને કુલદીપ યાદવની સાથે હાર્દિક પંડ્યાસહિતના ઓલરાઉન્ડરોએ ઘાતક બોલિંગથી ટીમની સફળતામાં યોગદાન આપ્યું છે. ભારતે આ ટી-20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પ્રવેશવા સુધી કુલ 6 મેચ જીતી છે અને તેમાંથી ચાર વિજય ભારતને પ્રથમ બેટિંગ કરતાં મળ્યા છે. અર્ષદીપ 15, બુમરાહ 11 અને હાર્દિક 8 વિકેટ ઝડપી ચૂક્યો છે. કુલદીપે સુપર- એઈટમાં જાદુ ચલાવ્યો છે. ટીમને જાડેજાના યાદગાર પ્રદર્શનની આશા છે.
ઈંગ્લેન્ડનો બેટિંગ પર મદાર, બોલિંગ સમસ્યા
ઇંગ્લેન્ડની ટીમનો મુખ્ય આધાર બેટ્સમેનો પર રહેશે. ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાવાના આરે ધકેલાયા બાદ બટલરની ટીમે જોરદાર પુનરાગમન કર્યું છે. કેપ્ટન બટલરની સાથેસોલ્ટની સાથે બેરસ્ટો, બ્રૂક તેમજ મોઈન અલી અને લિવિંગસ્ટન તેમજ સેમ કરન જેવા બેટ્સમેનોની હાજરીને કારણે ઇંગ્લેન્ડની બેટિંગ લાઈન અપ અત્યંત મજબુત છે. વળી, આ ખેલાડીઓને આઈપીએલનો અનુભવ હોવાથી તેઓ ભારત સામે પ્રભાવ પાડી શકે છે. જ્યારે ટીમની બોલિંગ ટોપ્લી, આર્ચર તેમજ જોર્ડન તેમજ વૂડપર આધારિત રહેશે. આદિલ રાશિદ તેમજ મોઈન અનેલિવિંગસ્ટન પણ મેચમાં કમાલ કરી શકે છે.
મેચ ધોવાઈ જાય તો?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમિ ફાઈનલમાં વરસાદની શક્યતા 90 ટકા જેટલી છે અને આઈસીસીએ આ મેચમાં રિઝર્વ ડેરાખ્યો નથી. જો વરસાદ પડશે તો ઓફિશિઅલ્સ મેચ પુરી કરવા માટે નિર્ધારિત સમય કરતાં વધુ 250 મિનિટ એટલે 4 કલાક અને 10 મિનિટ રાહ જોશે. જો વરસાદના કારણે મેચ ધોવાઈ જાયતો ભારતીય ટીમ રમ્યા વિના જ ફાઈનલમાં પ્રવેશશે, કારણ કે સુપર-એઈટમાં ભારત તેના ગ્રૂપમાં ટોચ પર હતું અને ઈંગ્લેન્ડ તેના ગ્રૂપમાં બીજા ક્રમે હતું. ગ્રૂપ-1 અને ગ્રૂપ-2માં ટૉપર ટીમની વાત કરીએ તો ગ્રૂપ-1માં ભારતે ત્રણ મેચો જીતી હોવાથી છ પોઈન્ટ સાથે ટૉપ પર છે. ટીમ ઈન્ડિયાને નેટ રન રેટ 2.017 છે. જ્યારે ગ્રૂપ-2માં ઈંગ્લેન્ડની ટીમ ત્રણમાંથી બે મેચ જીતી છ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. તેનો નેટ રન રેટ 1.992 છે. તેથી જો વરસાદના કારણે મેચ ન રમાય તો ભારત સેમિફાઈનલમાં પહોંચી જશે.
બંને દેશો વચ્ચે કુલ 23 T20 મેચો રમાઈ
બંને દેશો વચ્ચે કુલ રમાયેલી ટી20 મેચોની વાત કરીએ તો બંને ટીમોએ અત્યાર સુધીમાં કુલ 23 મેચો રની છે, જેમાંથી ભારતનો 12માં અને ઈંગ્લેન્ડનો 11માં વિજય થયો છે.