Image : IANS
NEET Paper Leak Row: મેડિકલ કૉલેજમાં એડમિશન માટેની નેશનલ એડમિશન કમ એલિજિબિલિટી ટેસ્ટ (NEET)નાં પેપર ફોડનારી ગેંગના સભ્ય બિજેન્દ્ર ગુપ્તાએ ધડાકો કર્યો છે કે, NEETમાં 700 વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને 300 કરોડ રૂપિયાની કમાણીનો ટાર્ગેટ નક્કી કરાયો હતો.
પરીક્ષા પહેલા જ પેપર આવી ગયું હતું
દેશના ટોચના મીડિયા હાઉસે કરેલા સ્ટીંગ ઓપરેશનમાં ગુપ્તાએ દાવો કર્યો કે, 5 એપ્રિલે NEET શરૂ થઈ તેના બે કલાક પહેલાં જ તેની પાસે પેપર આવી ગયું હતું. ગુપ્તાના દાવા પ્રમાણે, બિહાર, દિલ્હી તથા દેશના જુદા જુદા ભાગમાંથી, શઈદ્ આપનારા વિદ્યાર્થીઓની યાદી મેળવીને પહેલેથી જ 700 વિદ્યાર્થી નક્કી કરી દેવાયેલા. દરેક વિદ્યાર્થી પાસેથી 32 લાખથી 35 લાખ રૂપિયા લઈને 300 કરોડ રૂપિયાની કમાણી કરાઈ હતી.
ફિર બેલ ઔર ફિર શુરુ હોગા ખેલ
ગુપ્તાના દાવા પ્રમાણે, NEET સહિતની પરીક્ષાનાં પેપર પરીક્ષા સેન્ટરો પર લઈ જવાતાં હોય છે. ત્યારે પેપરનાં બોક્સ તોડીને લીક કરાય છે. પેપર લીક કરવા માટે બિહારમાં એક સુવ્યવસ્થિત નેટવર્ક ચાલે છે કે જે કોઈપણ પરીક્ષાનાં પેપર ફોડીને દરેક વાર કરોડો રૂપિયા કમાય છે. આ નેટવર્કમાં કામ કરનારા પકડાઈ જાય તો પણ પરવા નથી હોતી કેમ કે તેમને ખબર છે કે, જેલજાયેંગેં; ફિર બેલ ઔર ફિર શુરુ હોગા ખેલ.
હજુ સુધી ચૌરસિયાની પૂછપરછ કરી નથી
ગુપ્તાનો વિડિયો માર્ચમાં વાયરલ થયેલો કે જેમાં આગાહી કરાઈ હતી કે, આ વખતનું NEETનું પેપર લીક થઈ જવાનું છે. ગુપ્તાએ દાવો કરેલો કે, બિહાર પબ્લિક સર્વિસ કમિશનના ટીચર્સ રીક્રૂટમેન્ટ સ્કેમનો આરોપી વિશાલ ચૌરસિયા NEETનું પેપર ફોડશે. ગુપ્તાની આઆગાહી સાચી પડી છતાં આશ્ચર્યજનક રીતે હજુ સુધી ચૌરસિયાની પૂછપરછ કરી નથી. ચૌરસિયા હાલમાં જેલમાં બંધ છે પણ સીબીઆઈએ તેને હાથ પણ લગાવ્યો નથી. ગુપ્તા છેલ્લાં 24 વર્ષથી પેપર ફોડવાના ગોરખધંધામાં સામેલ હોવાનું કહેવાય છે. 2023ની ઓડિશા સ્ટાફ સીલેક્શન કમિશનની પરીક્ષા, મધ્ય પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન અને બિહાર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાનાં પેપર ગુપ્તાએઓ ભૂતકાળમાં ફોડ્યાં છે.