back to top
Homeસ્પોર્ટ્સT20 Worldcup: રવિન્દ્ર જાડેજા કરતાં કુલદીપ અને અક્ષર ટીમ માટે વધારે મહત્વના:...

T20 Worldcup: રવિન્દ્ર જાડેજા કરતાં કુલદીપ અને અક્ષર ટીમ માટે વધારે મહત્વના: પૂર્વ ભારતીય ક્રિકેટર

પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે રવિન્દ્ર જાડેજાને લઈને ફરી એક નિવેદન આપ્યું છે જે નવા વિવાદને જન્મ આપી શકે છે. તેમણે કહ્યું હતું કે, ‘હું માનું છું કે અક્ષર અને કુલદીપ યાદવની સરખામણીમાં, કદાચ જાડેજા સરખામણીમાં થોડો મર્યાદિત છે. જાડેજા ખૂબ જ શિસ્તબદ્ધ, સચોટ બોલર છે જે સારી પિચ પર સારી બોલિંગ કરે છે અને બેટર ભૂલ કરે તો વિકેટ આપી દે છે. પરંતુ અક્ષર પટેલ અને કુલદીપ યાદવ પાસે ટીમને આપવા માટે વધારે કુશળતા છે.’

રવિન્દ્ર જાડેજાને અગાઉ સંજય માંજરેકર ‘બિટ્સ એન્ડ પીસીસ’ પ્રકારનો ક્રિકેટર કહીને વિવાદ ઊભો કરી ચૂક્યા છે. તેમનો કહેવાનો આશય એ હતો કે રવિન્દ્ર જાડેજા કોઈ એક કામમાં પારંગત નથી. એના બદલે એ બધુ થોડું ઘણું કરી શકે છે. વન ડે વર્લ્ડકપ 2019માં બનેલી આ ઘટનામાં લાંબા વિવાદ બાદ આખરે ન્યુઝીલેન્ડ સામેની સેમિ ફાઇનલમાં રવિન્દ્ર જાડેજાએ પોતાની બેટિંગનો પરચો બતાવ્યો હતો. ભારત જો કે આ મેચ જીતી શક્યું નહોતું પરંતુ સંજય માંજરેકરે પોતાની ભૂલ સ્વીકારી હતી અને વિવાદનો અંત આવ્યો હતો. 

હવે ફરીથી સંજય માંજરેકરે એક નવા વિવાદનો પલીતો ચાંપ્યો છે. તેમણે કહ્યું હતું કે અક્ષર પટેલ પાસે ઝડપ છે. તેની પાસે સૂક્ષ્મતા છે. તે અલગ અલગ ખૂણેથી બોલ ફેંકી શકે છે.  જાડેજા પોતે એક શિસ્તબદ્ધ બોલર છે. તે સારી પિચ પર સારી બોલિંગ કરે છે અને બેટર ભૂલ કરે તો વિકેટ આપી દે છે. પરંતુ અક્ષર અને કુલદીપ ટીમને વધારે મદદ કરી શકે છે. ભારતે અક્ષરને ડાબોડી સ્પિનર તરીકે પ્રથમ પસંદગી આપવાનો વાયદો કર્યો છે. કેપ્ટને નક્કી કરવું જોઈએ કે તેનાં માટે શ્રેષ્ઠ ડાબોડી બેટર કોણ છે.

T20 વર્લ્ડકપ 2022માં ભારત ઈંગ્લેન્ડ સામે જ સેમિ ફાઇનલમાં હાર્યું હતું. ત્યાર બાદ હવે ફેરીથી ભારત સેમિ ફાઇનલમાં ઈંગ્લેન્ડની ટીમ સામે ટકરાશે. ત્યારે જોવાનું એ રહેશે કે ભારત પોતાનો બદલો લઈ શકે છે કે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments