back to top
Homeદુનિયાગર્લફ્રેન્ડને ડોલરના બંડલો પર ચલાવી, વિડીયો પોસ્ટ કર્યો

ગર્લફ્રેન્ડને ડોલરના બંડલો પર ચલાવી, વિડીયો પોસ્ટ કર્યો

– સોશિયલ મીડિયામાં ચમકવા માટે ગતકડું 

– પ્રેમિકા પ્રાઈવેટ હેલિકોપ્ટરમાંથી ઉતરી રહી છે અને બીજી તરફ ડોલર ઉડી રહ્યાં છે !

ન્યૂયોર્ક : સોશિયલ મીડિયા યુઝર્સ પ્રસિદ્ધિ માટે અવનવા ગતકડા કરતા હોય છે. ઈન્સ્ટાગ્રામ પર મિસ્ટર થેંક યુના નામથી જાણીતા બિઝનેસમેને પણ આવું જ કર્યું છે. તેણે ગર્લફ્રેન્ડ સાથે પોસ્ટ કરેલા વિડીયોની ખૂબ ચર્ચા થઈ રહી છે. 

રશિયન બિઝનેસમેન સર્ગી કોસેન્કો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ લોકપ્રિય છે. તેણે હાલમાં પોસ્ટ કરેલા વિડીયોમાં તેને ગર્લફ્રેન્ડ સાથે જોઈ શકાય છે. તેણે ગર્લફ્રેન્ડને ખુશ કરવા માટે તેના પગ નીચે ડોલરના બંડલો બીછાવી દીધા હતાં.  આ સાથે જ તે પ્રાઈવેટ હેલિકોપ્ટરમાંથી ઉતરતી નજરે પડી હતી. 

મિસ્ટર થેંક યુએ વિડીયો પોસ્ટ કરીને તેની પ્રેમિકા માટે લખ્યું છે કે, મને પૈસા કરતાં તું વધારે વ્હાલી છે. મિસ્ટર થેંક યુએ વિડીયોમાં વ્હાઈટ શર્ટ અને પર્પલ ટ્રાઉઝર પહેરેલું છે. જ્યારે, તેની ગર્લફ્રેન્ડે બ્લેક સ્કર્ટ અને બ્લેઝર પહેર્યું છે. આ વિડીયો પર હજારો સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ્સ કરી છે.  

કેટલાક લોકો તેના ગર્લફ્રેન્ડ પ્રત્યેના પ્રેમના વખાણ કરી રહ્યાં છે. જ્યારે, ઘણા યુઝર્સે તેની ટીકા કરી છે. એક યુઝરે લખ્યું છે કે, પૈસાની કિંમત સમજો, તેનો મજાક ન બનાવો. અન્ય એકના મતે, આ નાણાથી તમે હજારો ગરીબોની મદદ કરી શકો છો. મિસ્ટર થેંક યુ એક એવો ઈન્સ્ટાગ્રામર છે જે પોતાના ફોલોવર્સને પૈસા વહેંચવાના નાટકો કરીને જાણીતો બન્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments