Image : IANS
IND vs ENG Rohit Sharma Emotional: ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રનથી હરાવીને 2022ની સેમિ ફાઈનલમાં મળેલી હારનો બદલો લીધો હતો. આ શાનદાર જીત બાદ ભારતીય ટીમે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યાં તેનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે.
રોહિત શર્મા થયો ભાવુક
ઈંગ્લેન્ડ સામેની આ ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ભાવુક જોવા મળ્યો હતો. તે ડ્રેસિંગ રૂમમાં રડવા લાગ્યો હતો. રોહિતનો ભાવુક થતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની ગરદન નીચી કરીને અને હાથ વડે આંખોને મસળતો જોવા મળે છે. આ દરમિયાન વિરાટ કોહલી ઝડપથી તેની પાસે પહોંચી જાય છે અને તેને સંભાળતો દેખાય છે.
ODI વર્લ્ડ કપમાં હારની યાદ અપાવી
સોશિયલ મીડિયા પર બે મહાન ખેલાડીઓના આ ફોટોને કરોડો ચાહકો લાઈક કરી રહ્યા છે. મેદાન પર અને મેદાનની બહાર બંને વચ્ચે ઘણી વખત સારો બોન્ડ જોવા મળ્યો છે. રોહિતના આ ફોટાએ ODI વર્લ્ડ કપ 2023ની પણ યાદ અપાવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ હાર બાદ તે રડતો જોવા મળ્યો હતો. જો કે ત્યારે દુ:ખના આંસુ હતા અને આ વખતે વિજયની ખુશીના આંસુ હતા. ખરેખર, કેપ્ટનના આ એક ફોટોએ લાખો દિલો પર રાજ કરી લીધું છે.
++++